22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા GST દર, હેલ્થ-લાઇફ ઇન્શ્યોરન્સ પર જીએસટી રદ; જાણો શું સસ્તું-મોંઘુ થશે...
Top Newsનેશનલ

22 સપ્ટેમ્બરથી લાગુ થશે નવા GST દર, હેલ્થ-લાઇફ ઇન્શ્યોરન્સ પર જીએસટી રદ; જાણો શું સસ્તું-મોંઘુ થશે…

નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે 12 અને 18 ટકા સ્લેબ ખતમ કર્યા હતા. તેના સ્થાને 5 અને 18 ટકાના નવા સ્લેબ 22 સપ્ટેમ્બરથી લાગુ થશે. જ્યારે સ્પેશિયલ સ્લેબમાં 40 ટકા જીએસટી ચૂકવવો પડશે.

કોલ્ડ ડ્રિંક્સ પર GST 28 ટકાથી વધારીને 40 ટકા થયો
GST પરિષદે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, વધારાની ખાંડ, સ્વીટનર અથવા ફ્લેવર ધરાવતી તમામ વસ્તુઓ (જેમાં કોલ્ડ ડ્રિંક્સ પણ સામેલ છે) પરનો કર 28% થી વધારીને 40% કર્યો હતો. આ નિર્ણયનો ઉદ્દેશ્ય સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા પીણાંના વપરાશને ઘટાડવાનો હોઈ શકે છે.

નાણા પ્રધાને કહ્યું કે, તમામ લોકોએ આનું સમર્થન કર્યું છે. નિર્મલા સીતારમણે કહ્યું, છેલ્લા 8 મહિનાથી વડા પ્રધાન મોદી જીએસટી ઘટાડવાનું કહેતા હતા. જે અંતર્ગત હેલ્થ અને લાઈફ ઈન્શ્યોરન્સ પર જીએસટી દૂર કરવામાં આવ્યો હતો.

હેર ઓઈલ, શેમ્પૂ અને ટૂથપેસ્ટ સસ્તા થયા
GST પરિષદે ગ્રાહકોને મોટી રાહત આપી હતી. હેર ઓઈલ, શેમ્પૂ, ટૂથપેસ્ટ અને ડેન્ટલ ફ્લોસ જેવી વ્યક્તિગત સંભાળની વસ્તુઓ પરનો GST દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવ્યો છે. આ નિર્ણયથી રોજિંદા વપરાશની આ વસ્તુઓ સસ્તી થશે અને સામાન્ય નાગરિકોને સીધો ફાયદો થશે.

દૂધ, પનીર અને બ્રેડ પર કોઈ ટેક્સ નહીં
જીએસટી કાઉન્સિલના નવા નિર્ણય મુજબ, દૂધ, પનીર, અને બધી ભારતીય બ્રેડ્સ પર કોઈ ટેક્સ લાગશે નહીં. આમાં રોટલી અને પરાઠાનો પણ સમાવેશ થાય છે, જે હવે કરમુક્ત રહેશે.

હેર ઓઈલ, સાબુ, ટૂથપેસ્ટ, ટેબલવેર અને કિચનવેર જેવી તમામ ઘરવપરાશની વસ્તુઓ હવે 5% ના સ્લેબમાં આવી ગઈ છે. આનાથી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ પરનો બોજ ઓછો થશે અને ગ્રાહકોને સીધો ફાયદો થશે.

ખેડૂતોને ફાયદો થશે
ટ્રેકટર, ટ્રેક્ટર ટાયર અને પાર્ટસ, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અને સ્પ્રિકંલર, એઘ્રીકલ્ચરલ, હોર્ટિકલ્ચરલ અને ફોરેસ્ટી મશીન પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો હતો. ખેતીના સાધનો પર જીએસટી ઘટતા ખેડૂતોને ફાયદો થશે.

એસી-ટીવી સસ્તા થશે
એસી-ટીવી અને ફ્રિજ પર જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો હતો. જેના કારણે હવે આ વસ્તુઓ સસ્તી થશે.

લકઝરી સામાન અને ગુટકા પર 40 ટકા જીએસટી
સ્પેશિયલ સ્લેબમાં 40 ટકા જીએસટી ચૂકવવો પડશે. લક્ઝરી સામાન અને ગુટકા પર 40 ટકા જીએસટી લગાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો…GST કાઉન્સિલનો મોટો નિર્ણય: 12% અને 28%ના GST સ્લેબ રદ, અનેક વસ્તુઓના ઘટશે દામ…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button