Nirmala sitharaman વિરુદ્ધ કોર્ટે FIR દાખલ કરવાનો આદેશ આપ્યો, જાણો સમગ્ર મામલો…
બેંગલુરુ : બેંગલુરુની એક કોર્ટે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ(Nirmala sitharaman)વિરુદ્ધ જબરજસ્તી નાંણા વસૂલીના આરોપમાં FIR નોંધવાનો આદેશ આપ્યો છે. બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતે આ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આ આદેશ ઇલેક્શન બોન્ડ દ્વારા છેતરપિંડીના આરોપોના સંબંધમાં આવ્યો છે. જનાધિકાર સંઘર્ષ સંગઠનના આદર્શ અય્યરે નિર્મલા સીતારમણ અને અન્યો વિરુદ્ધ વ્યક્તિગત ફરિયાદ (PCR)નોંધાવી હતી. પીસીઆરમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઇલેક્શન બોન્ડ દ્વારા ગેરકાયદે વસૂલી કરવામાં આવી હતી.
તેની બાદ બેંગલુરુમાં જનપ્રતિનિધિઓની વિશેષ અદાલતે નિર્મલા સીતારમણ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો. આ આદેશ 42મી એસીએમએમ કોર્ટે ઇસ્યુ કર્યો છે. તિલક નગર પોલીસ હવે નિર્મલા સીતારમણ અને અન્યો વિરુદ્ધ FIR દાખલ કરશે.
2018 માં ઇલેક્શન બોન્ડ યોજના શરૂ કરી હતી
નોંધનીય છે કે કેન્દ્રએ 2018 માં ઇલેક્શન બોન્ડ યોજના શરૂ કરી હતી અને તેનો ઉદ્દેશ્ય રાજકીય પક્ષોને આપવામાં આવતા ડોનેશનને બદલવાનો હતો. જેથી રાજકીય ભંડોળમાં પારદર્શિતામાં સુધારો થાય. ઇલેક્શન બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને ફંડ આપવામાં આવતું હતું પરંતુ તેનો ખુલાસો કરવામાં આવ્યો ન હતો. જો કે બાદમાં વિપક્ષના આક્ષેપો અને અરજીઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તેને રદ કરી દીધી હતી.