નેશનલ

Budget 2025 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આઠમી વખત બજેટ રજૂ કરી રચશે ઇતિહાસ, જાણો જૂના રેકોર્ડ…

નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું 1 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રથમ સંપૂર્ણ બજેટ(Budget 2025) રજૂ કરશે. જેની સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણ અનેક રેકોર્ડ પણ બનાવશે. જેમાં નિર્મલા સીતારમણ ભૂતપૂર્વ પ્રધાન મંત્રી મોરારજી દેસાઈ દ્વારા અલગ અલગ સમયગાળામાં રજૂ કરાયેલા 10 બજેટના રેકોર્ડની નજીક પહોંચી જશે. મોરારજી દેસાઈએ 1959-1964 દરમિયાન નાણામંત્રી તરીકે કુલ છ અને 1967-1969 દરમિયાન ચાર બજેટ રજૂ કર્યા હતા.

Also read : AI ને કારણે નોકરીઓને જોખમ; Economic Survey 2024-25માં ચેતવણી

નિર્મલા સીતારમણે સાત બજેટ રજૂ કર્યા

નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2019માં મહિલા નાણામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સતત બીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવી હતી. ત્યારથી નિર્મલા સીતારમણે સાત બજેટ રજૂ કર્યા છે. જ્યારે પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈએ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ અને બાદમાં પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન નાણામંત્રી તરીકે કુલ 10 બજેટ રજૂ કર્યા હતા. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે નવ વખત બજેટ રજૂ કર્યું હતું. પ્રણવ મુખર્જીએ નાણામંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આઠ બજેટ રજૂ કર્યા.

બજેટ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવે છે

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે 1991 થી 1995 દરમિયાન પી.વી. નરસિંહ રાવ સરકારમાં નાણામંત્રી હતા ત્યારે સતત પાંચ વખત બજેટ રજૂ કર્યું હતું. સૌથી લાંબુ બજેટ ભાષણ સીતારમણે 1 ફેબ્રુઆરી 2020 ના રોજ આપ્યું હતું, જે બે કલાક અને 40 મિનિટ ચાલ્યું હતું. વર્ષ 1977 માં હીરુભાઈ મૂળજીભાઈ પટેલનું વચગાળાનું બજેટ ભાષણ અત્યાર સુધીનું સૌથી ટૂંકું ભાષણ હતું. જેમાં ફક્ત 800 શબ્દો હતા.

Also read : આર્થિક સર્વેમાં GDP મુદ્દે સરકારે કર્યાં મોટા દાવો, જાણો આર્થિક વિકાસની મહત્ત્વની વાતો

મોદી સરકારે વર્ષ 2017 માં બજેટ રજૂ કરવાની તારીખ બદલી

જ્યારે પરંપરાગત રીતે ફેબ્રુઆરીના છેલ્લા દિવસે સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવતું હતું. વર્ષ 1999 માં સમય બદલાયો અને અટલ બિહારી વાજપેયી સરકારમાં તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહે સવારે 11 વાગ્યે બજેટ રજૂ કર્યું. ત્યારથી બજેટ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ મોદી સરકારે વર્ષ 2017 માં બજેટ રજૂ કરવાની તારીખ બદલીને 1 ફેબ્રુઆરી કરવામાં આવી. જેથી સરકાર માર્ચના અંત સુધીમાં સંસદીય મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button