Top Newsનેશનલ

Budget 2026: સીતારમણે 20 નવા નેશનલ વોટરવેઝ અને સીપ્લેન સર્વિસની જાહેરાત કરી…

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં યુનિયન બજેટ 2026 રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર અગામી પાંચ વર્ષમાં 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો (NWs) વિકસાવાશે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણ કોસ્ટલ કાર્ગો પ્રમોશન યોજના શરૂ કરવાની પણ જહેરાત કરી. આ સાથે તેમણે જણાવ્યું કે સીપ્લેન VGF યોજના પણ શરૂ કરવામાં આવશે.

સરકારની નેશનલ વોટરવેય્ઝ યોજના:
ભારત સરકાર ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ (IWT)ના વિકાસ માટે નેશનલ વોટરવેય્ઝ(NWs) વિકસાવી રહી છે, નદીઓ અને નહેરો મારફતે માલસામાનની હેરફેરથી ખર્ચ ઓછો રહે છે અને પર્યાવરણને પણ પ્રમાણમાં ઓછી અસર પહોંચે છે

રાષ્ટ્રીય જળમાર્ગ અધિનિયમ, 2016 દ્વારા ભારતમાં 111 NWs નિયુક્ત કરવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં, 29 NWs કાર્યરત કરવામાં આવ્યા હતાં, હવે વધુ 20 NWsના વિકાસની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતમાં ફેઈલ છતાં સી પ્લેનને પ્રોત્સાહન:
સરકાર ઉડે દેશ કા આમ નાગરિક (UDAN) યોજના હેઠળ ઓપરેટરોને વાયબિલિટી ગેપ ફંડિંગ (VGF) ઓફર કરીને સીપ્લેન સર્વિસ શરુ કરી રહી છે.નોંધનીય છે કે ભારતની પહેલી હાઈ પ્રોફાઇલ સી-પ્લેન સર્વિસ વર્ષ 2020માં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે શરુ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ પહેલી ફ્લાઈટમાં મુસાફરી કરીને આ સર્વિસનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે આ સી-પ્લેન સર્વિસ સફેદ હાથી સાબિત થઇ હતી, કરોડો રૂપિયાના ખર્ચા બાદ પણ આ સર્વિસ હાલ બંધ પડી છે.

આ પણ વાંચો…નિર્મલાના બજેટમાં 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત, મહારાષ્ટ્રને મોટો ફાયદો…

નવેમ્બર 2024 માં કેરળે કોચીના બોલગાટ્ટી વોટરડ્રોમથી માટ્ટુપેટ્ટી અને બેકલ જેવા અન્ય પર્યટન સ્થળો સાથે જોડતી તેની પ્રથમ કમર્શિયલ સીપ્લેન સર્વિસ શરુ કરી હતી. નવેમ્બર 2024 માં આંધ્રપ્રદેશના વિજયવાડામાં કૃષ્ણા નદી પર સફળ સી પ્લેન ફ્લાઇટ્સ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યું હતી. અમરાવતી અને તિરુપતિ માટે સેવાઓ શરૂ કરવાની યોજના છે.

કેન્દ્ર સરકારે દેશભરમાં 48 સી-પ્લેન રૂટ નક્કી કર્યા છે. મહારાષ્ટ્ર, આસામ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં 30 થી વધુ વોટર એરોડ્રામ વિકસાવવાની યોજના છે

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button