નેશનલ

NIRF Ranking 2024: IIT મદ્રાસ ટોચના સ્થાને; શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદ

નવી દિલ્હી: શિક્ષણ મંત્રાલય દ્વારા આજે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) 2024 ની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) ભારત મંડપમમાં આ જાહેરાત કરી હતી. આ વખતે પણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મદ્રાસ ટોપ પર રહી છે. આ રેન્કિંગને નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF)ની સત્તાવાર વેબસાઇટ nirfindia.org પર જોઈ શકો છો.

આ વખતે NIRFનું નવમું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે, જે 13 વિવિધ કેટેગરીમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સ્થાન પ્રદાન કરે છે. તેમાં યુનિવર્સિટી, કોલેજ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, કાયદો, મેડિકલ અને આર્કિટેક્ચર જેવી કેટેગરીનો સમાવેશ થાય છે. NIRF રેન્કિંગમાં ભારતમાં સમાચારોના કેન્દ્રમાં રહેતી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) 10મા ક્રમે છે. સતત છઠ્ઠા વર્ષે પણ IIT મદ્રાસ ટોચ પર રહી છે.

આ પણ વાંચો: IIT Bombay: રામાયણ પર આધારિત નાટક ભજવવા બદલ વિદ્યાર્થીઓ પર ભારે દંડ, હોસ્ટેલમાંથી પણ હાંકી કઢાયા

NIRF રેન્કિંગ 2024 અનુસાર ટોચની 5 યુનિવર્સિટીઓની યાદીમાં IISc બેંગ્લોર પ્રથમ સ્થાને છે. જ્યારે બીજા સ્થાને JNU, ત્રીજા સ્થાને જામિયા મિલિયા ઇસ્લામિયા, ચોથા સ્થાને મણીપાલ યુનિવર્સિટી અને પાંચમા સ્થાને બીએચયુ રહી છે. મેડિકલના અભ્યાસ માટે દિલ્હી એઇમ્સ સર્વશ્રેષ્ઠ, આર્કિટેક્ચરના અભ્યાસ માટે IIT રૂરકી ટોચ પરની સંસ્થાઓ રહી છે. ફાર્મસી માટે જામિયા હમદર્દ યુનિવર્સિટી મોખરે રહી છે. NIRF 2024 મુજબ ભારતની સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા IIM અમદાવાદ છે. IIT મદ્રાસ એન્જિનિયરિંગ માટેની ટોચની શૈક્ષણિક સંસ્થા બની રહી છે. IISc બેંગ્લોરની પસંદગી ભારતની ટોચની યુનિવર્સિટીઓમાં કરવામાં આવી છે.

આ પણ વાંચો: IIT ખડગપુરના વિદ્યાર્થીની છરી અને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, મૃત્યુના 2 વર્ષ પછી ખુલાસો

આ સિવાય દિલ્હી યુનિવર્સિટી (DU)ની હિન્દુ કોલેજને દેશની ટોપ કોલેજ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે NIRF 2024 માટે કુલ 10,885 સંસ્થાઓએ અરજી કરી હતી. જેમાંથી IIT મદ્રાસ, IISc બેંગલુરુ, IIT મુંબઈ, IIA દિલ્હી, IIT કાનપુર, એઈમ્સ દિલ્હી, IIT ખડગપુર, IIT રૂરકી રૂરકી, IIT ગુવાહાટી, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) આ સંસ્થાઓ ટોચ પર રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button