આમચી મુંબઈ

IIT Bombay: રામાયણ પર આધારિત નાટક ભજવવા બદલ વિદ્યાર્થીઓ પર ભારે દંડ, હોસ્ટેલમાંથી પણ હાંકી કઢાયા

મુંબઈ: IIT Bombayના ઓપન એર થિયેટરમાં રામાયણના પત્રો પર આધારિત કથિત રીતે વાંધાજનક નાટક (Play on Ramayana) ભજવનારા વિદ્યાર્થીઓ સામે કડક પગલા ભરવામાં આવ્યા છે. સિનિયર વિદ્યાર્થીઓને 1.2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે જુનિયર વિદ્યાર્થીઓને 40,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને હોસ્ટેલનીમાંથી પણ બહાર કરવામાં આવ્યા છે.

ભજવવામાં આવેલા નાટકમાં ભગવાન રામ અને સીતાનું અપમાન કરવામાં આવ્યું હોવાનો આરોપ લાગવવામાં આવ્યો હતો. આ મામલે સંસ્થાએ કડક કાર્યવાહી કરીને વિદ્યાર્થીઓ પર દંડ ફટકાર્યો છે, દંડની રકમ એક સેમેસ્ટરની ફી જેટલી છે. જો કે વિદ્યાર્થીઓએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો છે.

માર્ચ મહિનામાં 8 વિદ્યાર્થીએ રામાયણ પર આધારિત ‘રાહોવન’(Raahovan) નામના નાટકમાં ભાગ લીધો હતો, આરોપ લગાવવામાં આવ્યો હતો કે આ નાટક હિંદુ ધર્મ તેમજ રામ અને સીતા પ્રત્યે અપમાનજનક છે. આ નાટક અંગેની ફરિયાદમાં કહેવાયું છે કે, તેનાથી આપણી સંસ્કૃતિ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. આ નાટકના વીડિયો પણ વાયરલ થવા લાગ્યા હતા.

વિચાર-વિમર્શ બાદ કમિટીએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો. IITએ અન્ય સાત વિદ્યાર્થીઓને પણ સજા કરી છે વિદ્યાર્થીઓને મોકલવામાં આવેલી નોટિસ IIT B for India દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવી હતી, જે IIT બોમ્બે કેમ્પસ સ્થિત એક ગ્રુપ છે. આ ગ્રુપે જ નાટકનો વિરોધ કર્યો હતો.

સંસ્થાના ઘણા વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે આ માટે કડક પગલાં લેવાની જરૂર નથી. એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે આ નાટક આદિવાસી સમાજમાં નારીવાદનું પરિપ્રેક્ષ્ય હતું અને પ્રેક્ષકો અને નિર્ણાયકો દ્વારા તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પરંતુ સંસ્થાના અધિકારીઓએ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી નથી. અન્ય એક વિદ્યાર્થીએ કહ્યું કે સંસ્થાએ સમજાવવું જોઈએ કે કેવી રીતે કાર્યવાહી સંબંધિત ગોપનીય દસ્તાવેજો સોશિયલ મીડિયા પર લીક થયા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?