QS World University Rankings: ટોચની 50 સંસ્થામાં ભારતની નવ યુનિવર્સિટીનો સમાવેશ

નવી દિલ્હીઃ ક્યૂએસ વિષયવાર રેન્કિંગમાં દુનિયાની ટોચની 50માંથી નવ ભારતીય યુનિવર્સિટી અને સંસ્થાઓને સામેલ કરવામાં આવી છે, જ્યારે આ યાદીમાં સામેલ કેટલીક ટોચની સંસ્થાઓ જેમ કે ત્રણ આઇઆઇટી, બે આઇઆઇએમ અને જેએનયૂના સ્થાનમાં ગયા વર્ષની સરખામણીમાં રેન્કિંગમાં ઘટાડો જોવા મળ્યો છે.
તાજેતરમાં જાહેર કરાયેલા ‘ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ’ના 15મી એડિશન અનુસાર ભારતે વિષયવાર રેન્કિંગ અને વ્યાપક ફેકલ્ટી ક્ષેત્રોમાં ટોચના 50માં 12 સ્થાન હાંસલ કર્યા છે.
આપણ વાંચો: Stockmarket Crashed: પીયૂષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધીના આરોપો ભ્રામક પણ…
આઈઆઈટી મુંબઈના રેન્કિંગમાં પણ ઘટાડો
આ મામલામાં ધનબાદ સ્થિત ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ (આઇએસએમ) અગ્રણી રહી છે જે એન્જિનિયરિંગ-મિનરલ્સ અને માઇનિંગ વિષય માટે વૈશ્વિક સ્તરે 20મા ક્રમે છે. એન્જિનિયરિંગ-ખનિજ અને માઇનિંગ વિષય માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી) મુંબઈ અને ખડગપુર અનુક્રમે 28મા અને 45મા ક્રમે હતા. જોકે, બંને સંસ્થાઓના રેન્કિંગમાં ઘટાડો જોવા મળ્યો છે.
IIT Mumbai 28મા ક્રમે આવ્યું
બંને સંસ્થાઓએ એન્જિનિયરિંગ-ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં પણ તેમના રેન્કિંગમાં સુધારો કર્યો છે અને ટોચની 50 યાદીમાં પ્રવેશ કર્યો છે. એન્જિનિયરિંગ અને ટેકનોલોજી વિષયમાં 45મા ક્રમે રહેલા આઇઆઇટી દિલ્હી અને મુંબઈ અનુક્રમે ૨૬મા અને ૨૮મા ક્રમે આવ્યા છે.
આપણ વાંચો: વોટ્સએપ વાપરનારા માટે જાણો મોટા ન્યૂઝઃ નવા ફીચર માટે ચૂકવવી પડશે રકમ
IIM અમદાવાદનું રેન્કિંગ 27 પર આવ્યું!
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) અમદાવાદ અને બેંગ્લોર બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝ માટે વિશ્વના ટોચના 50માં રહ્યા, પરંતુ તેમનું રેન્કિંગ ગયા વર્ષ કરતાં નીચે ગયું. આઇઆઇએમ અમદાવાદનું રેન્કિંગ 22થી ઘટીને 27 પર આવી ગયું છે જ્યારે આઇઆઇએમ બેંગલુરુનું રેન્કિંગ 32 થી ઘટીને 40 પર આવી ગયું છે.
આઈઆઈટી મદ્રાસ અને જેએનયુનો થોડો ઘટાડો
આઇઆઇટી મદ્રાસ (પેટ્રોલિયમ એન્જિનિયરિંગ) અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ) (ડેવલપમેન્ટ સ્ટડીઝ) વિશ્વના ટોચના 50માં રહ્યા પરંતુ તેમના રેન્કિંગમાં પણ થોડા સ્થાનનો ઘટાડો થયો હતો. ક્યૂએસ વિષયવાર વિશિષ્ટ રેન્કિંગના નવા એડિશનમાં ભારત ચીન, અમેરિકા, બ્રિટન અને કોરિયા પછી નવી એન્ટ્રીઓની સંખ્યાના સંદર્ભમાં પાંચમા ક્રમે છે અને કુલ એન્ટ્રીઓની સંખ્યાના મામલામાં 12મા ક્રમે છે.