યમનમાં નિમિષા પ્રિયાનો મૃત્યુદંડ નક્કી! કેન્દ્ર સરકારે કહ્યું ‘બનતું બધું કરી ચૂક્યા છીએ’

નવી દિલ્હી: યમનમાં કેરળ મૂળની નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈના રોજ મૃત્યુદંડની સજા આપવામાં (Nimisha Priya death sentence) આવશે, નિમિષા તેના બિઝનેસ પાર્ટનરની હત્યા કેસમાં દોષી પુરવાર ઠરી છે. સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે નિમિષાની સજા રોકવા રાજકીય દાખલ કરવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપે. આજે આ મામલે સુનાવણી કરવામાં આવી હતી સરકારે કોર્ટ સમક્ષ કહ્યું કે તે આ કેસમાં વધુ કંઈ કરી શકે તેમ નથી.
કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં જાહર થયેલા એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું,”એ દુર્ભાગ્યપૂર્ણ છે…પણ અમે પણ એક હદ સુધી જ પ્રયત્ન કરી શકીએ છીએ. અમે બનતું બધું જ કરી જોયું છે.”
એટર્ની જનરલે કોર્ટને જણાવ્યું હતું કે સરકારે આ ખૂબ જ જટિલ કેસમાં શક્ય તેટલું બધું કર્યું છે. તેમણે કહ્યું, “ભારત સરકાર હવે કંઈ કરી શકે તેમ નથી. અમે તેના વિશે જાહેરમાં વધુ વાત કરી નથી. આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ સરકારના કાર્યોની પણ એક મર્યાદા હોય છે. “
હવે માત્ર એક આશા:
‘સેવ નિમિષા પ્રિયા ઇન્ટરનેશનલ એક્શન કાઉન્સિલ’ ના વકીલે જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાને કહ્યું, “એકમાત્ર રસ્તો એ છે કે (મૃતક પુરુષનો) પરિવાર ‘બ્લડ મની’ (એટલે કે, નાણાકીય વળતર) સ્વીકારવા સંમત થાય.”
તલાલ અબ્દો મહદી નામના યમનના નાગરિકની હત્યાના કેસમાં નિમિષાને દોષી ઠેરવવામાં આવી છે. 16 જુલાઈએ તેને મૃત્યુદંડની સજા આપવાનું નક્કી થયું છે. મૃતક તલાલ અબ્દો મહદીનો પરિવારને 10 લાખ ડોલર એટલે કે 8.5 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી તેન પરિવારે આ રકમ સ્વીકારી નથી.
એટર્ની જનરલે કહ્યું કે આ સન્માનનો પ્રશ્ન છે હોવાથી પરિવારે નાણા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
કોર્ટે એટર્ની જનરલને પૂછ્યું કે શું ભારત સરકાર ‘બ્લડ મની’ સ્વીકારવા દબાણ કરી શકે છે અથવા મૃતકના પરિવાર સાથે સમાધાન માટે વાટાઘાટો કરી શકે છે, પરંતુ એટર્ની જનરલે કહ્યું કે ઓફર કરાયેલું કોઈપણ નાણાકીય વળતર ફક્ત વ્યક્તિગત હોઈ શકે છે.
શું છે મામલો?
કેરળના પલક્કડ જિલ્લાની રહેવાસી નિમિષા પ્રિયાને હત્યાનો દોષી ઠેરવવામાં આવી હતી છે. નિમિષાએ અન્ય એક નર્સ સાથે મળીને આ હત્યા કરી હતી. અહેવાલ મુજબ બંનેએ લાશને કાપીને ભૂગર્ભ ટાંકીમાં ફેંકી લીધી હતી.
નિમિષા પ્રિયા 2008 નોકરીની શોધમાં યમન ગઈ. ઘણી હોસ્પિટલોમાં કામ કર્યા પછી, તેણે પોતાનું ક્લિનિક શરૂ કર્યું, એ માટે તેણે સ્થાનિક તલાલ અબ્દો મેહદી સાથે ભાગીદારી કરી. અહેવાલ મુજબ મેહદી સતત નિમિષાને હેરાન કરતો હતો અને તેની પાસેથી પૈસા ચોરી લેતો હતો. મેહદીએ નિમિષાનો પાસપોર્ટ પણ જપ્ત કરી લીધો, તેથી તે દેશ પણ છોડી શકતી ન હતી.
વર્ષ નિમિષાએ દવાનું ઇન્જેક્શન આપી મેહદીની હત્યા કરી, યમન ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી.