ભારત અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે નિક્કી હેલીની ટ્રમ્પને સલાહ, કહ્યું ભારત જેવો મિત્ર દેશ જરૂરી

ન્યુયોર્ક : અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર મુદ્દે વિવાદ વધી રહ્યો છે. જેમાં ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવતા ક્રુડ ઓઈલ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ નારાજ છે. તેમજ ભારત પર વધુ ટેરિફ ઝીંક્યો છે. ત્યારે અમેરિકાના પૂર્વ રાજદૂત એન રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ આ અંગે નિવેદન આપ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે રશિયા સાથે ક્રુડ ઓઈલની ખરીદીના મુદ્દાને ગંભીરતાથી લઈને વ્હાઈટ હાઉસ સાથે ચર્ચા કરવી જોઈએ. તેમજ બે દેશોની મજબૂત દોસ્તી અને ગુડવિલને આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી જોઈએ. નિક્કી હેલી ડોનાલ્ડ ટ્રમ્પને પણ સલાહ આપી જે ચીન સાથે મુકાબલો કરવા માટે ભારત જેવો મિત્ર દેશ હોવો જરૂરી છે.
બંને દેશોએ સંયુક્ત ઉદ્દેશ પણ ના ભૂલવા જોઈએ
રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ એક્સ પર લખ્યું હતું કે, વ્યાપારિક મતભેદ અને રશિયા ક્રુડ ઓઈલ વિવાદ જેવા મુદ્દા પર વાતચીત જરૂરી છે. આ ઉપરાંત બંને દેશોએ સંયુક્ત ઉદ્દેશ પણ ના ભૂલવા જોઈએ. તેમજ ચીનનો સામનો કરવા માટે અમેરિકા પાસે ભારત જેવો મિત્ર દેશ જરૂરી છે.
આ પણ વાંચો: ટેરિફ વિવાદ વચ્ચે અમેરિકાને મોટો ફટકો! રશિયાએ ભારતને ક્રૂડ ઓઇલ રેટમાં આપી રાહત
વધુ 25 ટકા ટેરિફ લગાવવાની ચેતવણી આપી
નિક્કી હેલીએ આગળ લખ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે હાલ તણાવ વધ્યો છે. ભારત દ્વારા રશિયા પાસેથી મોટી માત્રામાં ક્રુડ ઓઈલ ખરીદી તેને યુક્રેન પર હુમલામાં આર્થિક મદદ કરી રહ્યું છે. જેના પગલે ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત પર
વધુ 25 ટકા ટેરિફ લગાવવાની ચેતવણી આપી હતી. આ ભારત પર લાગતા 25 ટેરિફ ઉપરાંત હતો. તેમજ ભારત સમગ્ર વિશ્વની અર્થ વ્યવસ્થામાં સૌથી વધુ સંરક્ષણવાદી વ્યવસ્થા છે. જેમાં વર્ષ 2023માં ભારતનો ટેરિફ અમેરિકાના સરેરાશ ટેરિફ કરતા પાંચ ગણો વધારે હતો.
ચીનને મોટો ફાયદો થશે
આ ઉપરાંત નિક્કી હેલીએ એક આર્ટીકલમાં જણાવ્યું હતું કે, ભારતને ચીન જેવું ના સમજવું જોઈએ. ચીને પણ રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદયું હતું. પરંતુ તેને કોઈ પ્રતિબંધોનો સામનો નથી કરવો પડ્યો. જો, ભારત અને અમેરિકા સબંધ ખરાબ થાય છે તો આ 25 વર્ષની પ્રગતિને નષ્ટ કરી દેશે જેનો મોટો ફાયદો ચીનને થશે.