નિક્કી ભાટીના મૃત્યુનું રહસ્ય ગૂંચવાયું: નવા પુરાવાએ તપાસની દિશા બદલી...
નેશનલ

નિક્કી ભાટીના મૃત્યુનું રહસ્ય ગૂંચવાયું: નવા પુરાવાએ તપાસની દિશા બદલી…

ગ્રેટર નોઈડાના કે. સિરસા ગામની રહેવાસી નિક્કી ભાટીના રહસ્યમય મોતનો કેસ વધુ જટિલ બની રહ્યો છે. પોલીસ તપાસમાં નિક્કીના રૂમમાંથી જ્વલનશીલ પદાર્થ મળી આવ્યો છે, જે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે.

21 ઑગસ્ટની આ ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો ક્લિપ્સે પણ તપાસની દિશા બદલી નાખી છે. આ કેસે દહેજ હત્યાના આરોપો અને અન્ય શંકાઓ વચ્ચે ચર્ચા જગાવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં નિક્કીની સાસુ દયાવતી તેના પુત્ર વિપિન અને નિક્કી વચ્ચેના ઝઘડાને શાંત કરતી જોવા મળે છે. બીજો વીડિયો, જે નિક્કીની બહેન કંચને શૂટ કર્યો હતો, તેમાં “આ શું કરી નાખ્યું?” જેવા અવાજ સંભળાય છે.

આ ઉપરાંત, એક સીસીટીવી ફૂટેજમાં વિપિન ઘટના પહેલા ઘરની બહાર ઊભેલો દેખાય છે. આ નવા પુરાવાઓએ તપાસને નવું વળાંક આપ્યું છે, અને પોલીસ હવે જ્વલનશીલ પદાર્થની ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહી છે.

નિક્કીની બહેન કંચને આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે દાવો કર્યો હતો કે નિક્કીને તેના પતિ વિપિન, સસરા સત્યવીર, સાસુ દયા અને દીયર રોહિતે માર માર્યો અને જ્વલનશીલ પદાર્થ રેડીને સળગાવી દીધી. જોકે, એક ખાનગી હોસ્પિટલના મેમોમાં જણાવાયું છે કે નિક્કી ગેસ સિલિન્ડર ફાટવાથી દાઝી હતી.

આ પણ વાંચો…નોઇડા દહેજ હત્યા કેસમાં મોટો ખુલાસો; આરોપી વિપિનનું અફેર હતું, પ્રેમિકાને પણ માર માર્યો હતો

વિપિનના પિતરાઈ ભાઈ દેવેન્દ્ર, જેણે નિક્કીને હોસ્પિટલ પહોંચાડી હતી, તેણે જણાવ્યું કે નિક્કી પાણી માગતી હતી અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. દેવેન્દ્રનો દાવો છે કે ઘટના સમયે વિપિન ઘરે નહોતો, પરંતુ નજીકની દુકાને હતો.

નિક્કીના પિતા ભિખારી સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને હસ્તક્ષેપની અપીલ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે નિક્કીની હત્યા દહેજ માટે કરવામા આવી, અને ભાટી પરિવારે 36 લાખ રૂપિયા અને કારની માંગણી કરી હતી.

તેમણે એમ પણ જણાવ્યું કે તેમણે પોતાની બંને દીકરીઓને બ્યુટી પાર્લર ખોલવા માટે પૈસા આપ્યા હતા, અને રીલ્સ બનાવવી હત્યાનું કારણ હોઈ શકે નહીં. પોલીસે ભાટી પરિવાર સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે, અને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસની તપાસ હવે જ્વલનશીલ પદાર્થનો ફોરેન્સિક રિપોર્ટ, નવા વીડિયો ક્લિપ્સ અને કંચનના બદલાતા નિવેદનો આ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત છે. આ ત્રણ બાબતો નક્કી કરશે કે નિક્કીનું મોત ગેસ સિલિન્ડરના અકસ્માતને કારણે થયું હતું કે તે દહેજ હત્યાનું ષડયંત્ર હતુ. ગ્રેટર નોઈડા પોલીસ નવા પુરાવાઓ અને નિવેદનોના આધારે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

આ પણ વાંચો…ઉત્તર પ્રદેશના નોઈડા નિક્કી હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા, આ કારણે થયો હતો ઝધડો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button