નિજ્જર ધાર્મિક નેતા નહીં, પણ આતંકવાદી હતો: ભારતની સ્પષ્ટતા
નવી દિલ્હી: ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજજર, જેની હત્યાથી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ સર્જાયો છે, તે કોઈ ધાર્મિક અને સામાજિક વ્યક્તિ નહીં પરંતુ આતંકવાદી હતો, તેવું સૂત્રોએ જણાવ્યું હતું.
નિજજર આતંકવાદી તાલીમ શિબિરો ચલાવવા અને આતંકવાદી કૃત્યોને ભંડોળ પૂરું પાડવામાં સામેલ હતો,
નિજજર પ્રતિબંધિત ખાલિસ્તાન કમાન્ડો ફોર્સનાં ગુરદીપ સિંહ ઉર્ફે દીપા હેરાનવાલાનો નજીકનો સાગરીત હતો, તે પંજાબમાં લગભગ 200 લોકોની હત્યામાં સામેલ હતો.
નિજજર 1996માં અહીંની પોલીસ દ્વારા ધરપકડના ડરથી કેનેડા ભાગી ગયા બાદ ત્યાં આતંકવાદી પ્રવૃત્તિઓ, ડ્રગ્સની દાણચોરી અને ખંડણી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો.
સુત્રોએ જણાવ્યું હતું કે ભારતમાં આતંકી હુમલા કરવા માટે એક આતંકી કેમ્પમાં તે યુવાનોને તાલીમ આપવામાં પણ સામેલ હતો.
વર્ષોથી, નિજજરે પ્રતિબંધિત આતંકવાદી જૂથના ખાલિસ્તાન ટાઈગર ફોર્સ અથવા કેટીએફ, `ઓપરેશન ચીફ’ની ભૂમિકા સંભાળી હતી.
નિજજર 2012માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને અન્ય પ્રતિબંધિત આતંકવાદી જૂથ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના વડા જગતાર સિંહ તારાના સંપર્કમાં આવ્યો હતો તથા એની પાસેથી અનેક આંતકવાદી પ્રવૃત્તિઓની તાલિમ મેળવી હતી.
નિજજરે તારાના નિર્દેશ પર હરિયાણાના સિરસામાં ડેરા સચ્ચા સૌદાના હેડક્વાર્ટર પર આતંકી હુમલાની યોજના બનાવી હતી.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ નિજજર સામે અનેક કેસ નોંધ્યા છે તેમજ ખાલિસ્તાની અલગતાવાદી મનદીપ સિંહ ધાલીવાલને સંડોવતા કેનેડામાં મોડ્યુલ ઊભું કરવા માટે ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જારી
કરી છે. ઉ