નેશનલ

મુંબઈમાં ડીઆરઆઈની મોટી કાર્યવાહી: પાંચ કરોડના ડ્રગ્સ સાથે નાઇજીરિયન મહિલાની કરી ધરપકડ

મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ(ડીઆરઆઈ) વિદેશથી છૂપી રીતે લાવવામાં આવતી વસ્તુઓ પર સતત દેખરેખ રાખે છે. જો કોઈ શંકાસ્પદ વસ્તુ સાથે વ્યક્તિ પકડાય તો તેની ધરપકડ કરીને આગળ કાર્યવાહી પણ કરે છે. આજે ડીઆરઆઈ દ્વારા એક વિદેશી મહિલાની ધરપકડ કરવામાં આવી છે.

5 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાઈ નાઈજીરિયન મહિલા

ડીઆરઆઈ મુંબઈએ એક નાઈજીરીયન મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા દેશમાં ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં આ તેની કિંમત 5 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. નાઈજીરીયન મહિલા સામે એનડીપીએસ એક્ટ, 1985ની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહિલા આ ડ્રગ્સ કોને વેચવાની હતી? આ અંગે કોઈ માહિતી સામે આવી નથી.

પાંચ દિવસ પહેલા પણ ડીઆરઆઈએ કર્યો દાણચોરીનો પર્દાફાશ

13 જૂનના રોજ ન્યુયોર્કથી મુંબઈ આવેલા એર ઈન્ડિયાના એક ક્રૂ મેમ્બરની ડીઆરઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે શરૂઆતમાં તેની પાસેથી કશું મળ્યું ન હતું. જોકે પૂછપરછમાં ક્રૂ મેમ્બર વટાણા વેર્યા હતા અને કાળી ડક્ટ ટેપમાં સોનાની લગડી વિંટાળીને સર્વિસ એરિયા પાસે છૂપાવી હોવાની કબૂલાત કરી હતી. પૂછપરછમાં મળેલી માહિતીના આધારે ડીઆરઆઈએ 1373 ગ્રામ વજનની સોનાની લગડી જપ્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ક્રૂ મેમ્બરની પૂછપરછમાં સોનાની દાણચોરીનો માસ્ટમાઈન્ડ પણ પકડાયો હતો. તેણે સોનાની દાણચોરીમાં પોતાની સંડોવણીનો સ્વીકાર કર્યો હતો. 15 જૂનના રોજ ક્રૂ મેમ્બર અને માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે માત્ર દિવસમાં ડીઆરઆઈને વધુ એક સફળતા મળી છે.

આ પણ વાંચો…ડ્રગ્સની હેરફેર સાથે જોડાયેલા કેસમાં ઇડીના મહારાષ્ટ્ર સહિત છ રાજ્યમાં દરોડા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button