અલ-કાયદાના આતંકીઓ પર NIAની મોટી કાર્યવાહી: ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં દરોડા, બાંગ્લાદેશીઓ રડાર પર

અમદાવાદઃ એનઆઈએ દ્વારા અલકાયદાના ગુજરાત આતંકી કનેકશન મામલે પાંચ રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અલ કાયદાના આંતકી કાવતરામાં કથિત રીતે બાંગ્લાદેશીઓ હોવોની શંકા છે. એનઆઈએ દ્વારા પાંચ રાજ્યોમાં 10 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા. એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું કે, એનઆઈએની ટીમે બુધવારે પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલય, હરિયાણા અને ગુજરાતમાં વિવિધ શંકાસ્પદો અને તેમની સાથે સંકળાયેલા લોકોના પરિસરમાં સર્ચ કર્યું હતું.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, અનેક ડિજિટલ ઉપકરણ અને દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા. તેને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. આ મામલો 2023માં નોંધાયો હતો. જેમાં ચાર બાંગ્લાદશી નાગરિકો – મોહમ્મદ સોજિબ મિયા, મુન્ના ખાલિદ અંસારી, અઝરુલ ઇસ્લામ તથા અબ્દુલ લતીફ ઝડપાયા હતા. આરોપીઓએ બોગસ દસ્તાવેજોના આધારે ભારતમાં ઘૂસણખોરી કરી હતી.
એનઆઈએ મુજબ, આ લોકો અલ કાયદા માટે ભંડોળ એકઠું કરવા માં સામેલ હતા. ઉપરાંત મુસ્લિમ યુવાનોને ઉશ્કેરતા પણ હતા. એનઆઈએ દ્વારા 10 નવેમ્બર 2023ના રોજ અમદાવાદ કોર્ટમાં આરોપનામું પણ દાખલ કરાયું હતું.
આ પહેલાં, મહારાષ્ટ્ર એટીએસએ પુણેના એક સોફ્ટવેર એન્જિનિયરની પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અલ-કાયદા અને અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ સાથે કથિત સંબંધોના આરોપસર ધરપકડ કરી હતી. આ પછી, થાણેના એક શિક્ષકની પણ પૂછપરછ કરી હતી. એટીએએસે 27 ઓક્ટોબરના રોજ 37 વર્ષીય ઝુબેર હંગરગેકરની ધરપકડ કરી હતી. તેના પર પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલો હતો અને કટ્ટરતા ફેલાવવાની પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ હતો. તપાસ દરમિયાન એટીએસને તેના જૂના ફોનમાંથી પાકિસ્તાનનો એક કોન્ટેક્ટ નંબર સેવ કરેલો મળ્યો હતો.
આપણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા: માસ્ટરમાઈન્ડ ડૉ. ઉમરની ‘લાલ કાર’ મળી, સંબંધી ફહીમની ધરપકડ!



