નેશનલ

ગીર સોમનાથ સહિત અનેક સ્થળે એનઆઇએના દરોડા

નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ પાકિસ્તાનનું પીઠબળ ધરાવતા ગઝવા-એ-હિંદ (ઇસ્લામિક રાજ્ય સ્થાપવા માટેનો જંગ) ત્રાસવાદી મોડ્યૂલ કેસના સંદર્ભમાં ગુજરાતના ગીર સોમનાથ સહિત દેશમાં અનેક સ્થળે રવિવારે દરોડા પાડ્યા હતા.

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગુજરાતના ગીર સોમનાથ, મધ્ય પ્રદેશના દેવાસ, ઉત્તર પ્રદેશના આઝમગઢ, કેરળના કોઝીકોડે સહિત અનેક સ્થળે પાડવામાં આવેલા દરોડામાં ઘણાં વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ સાધનસામગ્રી જપ્ત કરાયા હતા.

પાકિસ્તાનમાંના હેન્ડલર્સ સાથે અમુક લોકોને સંબંધ હોવાની શંકાને આધારે આ દરોડા પડાયા હતા. તેઓનો હેતુ ભારત-વિરોધી કટ્ટરપંથી ગઝવા-એ-હિંદને ફેલાવાનો હોવાનું મનાય છે.

બિહારના પટણામાંના ગઝવા-એ-હિંદ કેસ બાદ આ તપાસ આગળ વધી હતી. બિહારના ફૂલવારીશરીફ વિસ્તારની પોલીસે ગઝવા-એ-હિંદ વૉટ્સ ઍપ ગ્રૂપના એડમિનિસ્ટ્રેટર માર્ઘહૂબ અહેમદ દાનિશ ઉર્ફે તાહિરની ધરપકડ કરી હતી. તેણે અગાઉ ભારત ઉપરાંત પાકિસ્તાન, બંગલાદેશ અને યમન સહિતના અનેક દેશના લોકોને ગ્રૂપમાં સમાવ્યા હોવાનું કહેવાય છે. (એજન્સી)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button