નેશનલ

આતંકવાદી કૃત્યોમાં સામેલ ગુજરાતીને કોર્ટે જાહેર કર્યો દોષી, ISI એજન્ટ સાથે મળીને રચ્યું હતું કાવતરું…

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી કૃત્યોને અંજામ આપવાના અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એક એજન્ટ સાથે મળીને ભારત સામે કાવતરું રચવાના મામલે ગુજરાતના એક વ્યક્તિને દોષી જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Delhi પોલીસે ISIS ના મોસ્ટ વોન્ટેડ આતંકીની ધરપકડ કરી

લખનઉની એક વિશેષ કોર્ટે આ મામલે એક વ્યક્તિને દોષી જાહેર કર્યો છે. એનઆઈએ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, આ મામલો 2020નો છે. વર્ષ 2020માં લખનઉમાં આ મામલો નોંધવામાં આવ્યો હતો. આ મામલે બીજા આરોપી રજાકભાઈ કુંભારને કોર્ટે દોષી જાહેર કર્યા હતા. તેઓ કચ્છના રહેવાસી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું કે, સ્પેશિયલ કોર્ટે કુંભારને વિવિધ મામલામાં દોષી જાહેર કરીને સજા સંભળાવી હતી.

આઈએસઆઈ એજન્ટ સાથે હતો સંપર્ક

મામલામાં 6 વર્ષની જેલની સજા પણ સામેલ છે. કુંભારની સજા પણ સાથે સાથે ચાલશે. આ પહેલા ચંદૌલી જિલ્લામાં મોહમ્મદ રાશિદને એનઆઈએની વિશેષ કોર્ટમાં આ મામલે દોષી જાહેર કરી હતી. એટીએસે રાશિદ પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના એજન્ટના સંપર્કમાં હોવાનો આરોપ લગાવીને ધરપકડ કરી હતી. આ દરમિયાન લખનઉના ગોમતી નગર પોલીસ સ્ટેશનમાં આ મામલો નોંધાયો હતો. એટીએસે રાશિદ પર પાકિસ્તાની એજન્ટોને સંવેદનશીલ માહિતી,તસવીરો તથા ભારતીય સેનાની ગતિવિધિની જાણકારી આપવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : ઝાકિર નાઈક અને ISISનું વકફ બિલ સાથે છે કનેક્શન! બિલ પર સૂચનો માટે 1 કરોડ ઇમેલ મળ્યા…

રાશિદના મોબાઇલ ફોનથી લીધી હતી તસવીર

એનઆઈએ કહ્યું કે, આ તસવીરો ખુદ રાશિદના મોબાઇલ ફોનથી લીધી હતી. એપ્રિલ 2020માં એનઆઈએ આ મામલે તપાસ હાથમાં લીધી હતી. જુલાઈ 2020માં રાશિદ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2021માં એનઆઈએ કુંભાર સામે એક પૂરક પત્ર દાખલ કર્યું હતું. એનઆઈએ જણાવ્યું કે, તપાસ દરમિયાન સામે આવ્યું કે, કુંભારે રાશિદ તથા પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ એજન્ટ સાથે મળીને ભારતમાં આતંકવાદી કૃત્યોને અંજામ આપવા કાવતરું રચ્યું હતું.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker