NHAI પર ગંદા ટોઈલેટનો ફોટો મોકલીને ₹1000નું FASTag Recharge જીતો! જાણી લો શું છે આખી સ્કીમ…

આપણામાંથી અનેક લોકો નેશનલ હાઈવે પર મુસાફરી કરતાં જ હોય છે અને હાઈવે પરથી પસાર થતી વખતે ક્યારેક નેચલ કોલ્સ માટે પબ્લિક ટોઈલેટની મુલાકાત પણ લીધી જ હશે. જો તમે પણ નેશનલ હાઈવે પર ટ્રાવેલ કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે કારણ કે નેશનલ હાઈવે પરના આ ટોઈલેટ્સ જ તમને ફાસ્ટેગ (FASTag) જ તમને એક હજાર રૂપિયાનું ઈનામ જિતાડી શકે એમ છે. ચાલો તમને જણાવીએ કઈ રીતે-
શું છે આખી સ્કીમ?
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા સ્વચ્છ ભારત અભિયાનને ધ્યાનમાં લેતા એક નવી પહેલ શરૂ કરી છે. આ પહેલ હેઠળ જો તમને કોઈ ટોલ પ્લાઝા પર ગંદા ટોઈલેટ જોવા મળે છે તો તેની જાણકારી તમારે એનએચએઆઈને આપવાની રહેશે. આવું કરવા પર તમને તમારા ફાસ્ટેગ પર 1000 રૂપિયાનું રિચાર્જ રિવોર્ડ તરીકે આપવામાં આવશે. આ યોજના 31મી ઓક્ટોબર, 2025થી દેશના તમામ નેશનલ હાઈવે પર લાગુ કરવામાં આવશે.
કઈ રીતે જિતી શકશો પ્રાઈઝ?
રિવોર્ડ કેવી રીતે જિતી શકાશે એની વાત કરીએ તો તમારે રાજમાર્ગ યાત્રી નામની એપના નવા વર્ઝનનો ઉપયોગ કરવો પડશે. આ એપની મદદથી તમારે ગંદા ટોઈલેટ્સનું જિયો ટેગ અને ટાઈમ સ્ટેમ્પ્ડ ફોટો અપલોડ કરવાનો રહેશે. આની સાથે તમારે તમારું નામ, લોકેશન, વેહિકલ રજિસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબર રજિસ્ટર કરવું પડશે. જો તપાસ બાદ તમારી માહિતી સાચી પૂરવાર થશે તો સંબંધિત વાહન નંબર પર 1000 રૂપિયાનું ફાસ્ટેગનું રિચાર્જ કરવામાં આવશે.
આ શરતોનું પાલન કરવું પડશે
⦁ વાત કરીએ કેટલી વખત આ રીતે તમે ગંદા ટોઈલેટની ફરિયાદ કરી શકો છો એની તો દરેક વાહન રજિસ્ટ્રેશન નંબરને આ યોજનાની પૂરી અવધિ દરમિયાન માત્ર એક જ વખત ઈનામ મળશે.
⦁ આ સિવાય કોઈ પણ એક ટોઈલેટને દિવસમાં માત્ર એક જ વખત ઈનામ માટે માન્ય માનવામાં આવશે. પછી ભલેને એના માટે ગમે એટલી ફરિયાદ કરવામાં આવી હોય.
⦁ જો એક જ દિવસમાં અનેક લોકોએ એક જ ટોઈલેટની ફરિયાદ કરી હશે તો પહેલાં જ રિપોર્ટને ઈનામ આપવામાં આવશે.
છે ને એકદમ અનોખી માહિતી? આ કામની માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરો અને તેમને પણ આ અનોખી સ્કીમ વિશે જણાવો. આવી જ બીજી કામની અને મહત્ત્વની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.