નેશનલસ્પોર્ટસ

26 વર્ષમાં પહેલી વાર એક પણ બૉલ ફેંકાયા વગર ટેસ્ટ રદ કરવી પડી

અફઘાનિસ્તાન-ન્યૂ ઝીલૅન્ડ ટેસ્ટનો રકાસ ટેસ્ટ ઇતિહાસની આઠમી ઘટના

ગ્રેટર નોઇડા: ઉત્તર પ્રદેશના આ શહેરમાં શુક્રવારે સતત પાંચમા દિવસે વરસાદ અને ખરાબ વાતાવરણને કારણે ન્યૂ ઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ શરૂ ન થઈ શકતા છેવટે એ રદ કરવામાં આવી હતી. કોઈ ટેસ્ટ મૅચ એક પણ બૉલ ફેંકાયા વગર રદ કરવી પડી હોય એવો 26 વર્ષમાં આ પહેલો બનાવ અને ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં આઠમો બનાવ છે.

આ પહેલાં (યુદ્ધ કે મહામારીના સમયકાળને બાદ કરતા) સાત વખત ટેસ્ટમાં એક પણ બૉલની રમત ન થતાં ટેસ્ટ રદ કરવામાં આવી હતી. છેલ્લે એવું 1998માં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની ડનેડિનની ટેસ્ટ વખતે બન્યું હતું.

આ પણ વાંચો : કોહલીની 45 મિનિટ બૅટિંગ, બુમરાહે પણ પસીનો પાડ્યો: ટેસ્ટ-મૅચનું કાઉન્ટડાઉન શરૂ…

ટેસ્ટ ક્રિકેટમાં આવો પ્રથમ બનાવ 1890માં ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ વખતે બન્યો હતો. એકેય બૉલ રમાયા વિના ટેસ્ટ રદ કરવી પડી હોય એવું ઇંગ્લૅન્ડના કિસ્સામાં સૌથી વધુ ચાર વખત બન્યું છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડને આવો કડવો અનુભવ ત્રણ-ત્રણ વખત થયો છે.

ન્યૂ ઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન ઇતિહાસમાં પહેલી જ વખત સામસામે ટેસ્ટ મૅચ રમવાના હતા. તેમની ફક્ત એક ટેસ્ટની આ સિરીઝ હતી. બીસીસીઆઈએ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને આ ટેસ્ટ કાનપુર અથવા બેંગ્લૂરુમાં રાખવાની ઓફર પણ કરી હતી, પરંતુ અફઘાનિસ્તાને ગ્રેટર નોઈડા પસંદ કર્યું હતું.

ગ્રેટર નોઇડામાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન 48 ઇંચ વરસાદ પડ્યો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે ‘અમે કમોસમી વરસાદના ભોગ બન્યા છીએ. અમે ઘણા વર્ષોથી આ સ્થળે રમીએ છીએ અને અગાઉ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આટલો વરસાદ ક્યારે નહોતો પડ્યો.’

અફઘાનિસ્તાનના ખેલાડીઓ હવે સાઉથ આફ્રિકા સામે ત્રણ વન-ડેની સિરીઝ રમવા શારજાહ જશે. ન્યૂ ઝીલૅન્ડની ટીમ બે ટેસ્ટ રમવા શ્રીલંકા પહોંચશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત