Top Newsનેશનલ

મોંઘવારી સાથે થઈ વર્ષ 2026ની શરૂઆત: LPG ગેસ સિલિન્ડરમાં અધધ વધારો ઝીકાયો

નવી દિલ્હી: વર્ષ 2026 શરૂ થઈ ગયો છે. જોકે, નવું વર્ષ શરૂ થવાની સાથે દેશના નાગરિકોને મોંઘવારીની ભેટ પણ મળી ગઈ છે. 1 જાન્યુઆરી, 2025થી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં અધધ વધારો કર્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 કિગ્રા LPG સિલિન્ડરના ભાવમાં 111 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, 14 કિગ્રાના ડોમેસ્ટિક LPG સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

ક્યા શહેરમાં હશે LPG સિલિન્ડરનો સૌથી વધારે ભાવ?

1 જાન્યુઆરીથી લાગુ થતા નવા વધારા મુજબ, હવે દિલ્હીમાં 1580.50 રૂપિયામાં મળતો 19 કિગ્રાનો કોમર્શિયલ સિલિન્ડર હવે 1691.50 રૂપિયામાં મળશે. કોલકાતામાં 1684 રૂપિયામાં મળતો કોમર્શિયલ સિલિન્ડર હવે 1785 રૂપિયામાં મળશે. જ્યારે મુંબઈમાં 1531.50 રૂપિયામાં મળતો સિલિન્ડર હવે 1642 રૂપિયામાં મળશે. ચેન્નઈમાં 1739 રૂપિયામાં મળતો સિલિન્ડર હવે 1849.50 રૂપિયામાં મળશે.

ગયા વર્ષે 1 ડિસેમ્બર 2025ના રોજ 19 કિગ્રાવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્હી, કોલકાતામાં 10 રૂપિયા તથા મુંબઈ અને ચેન્નઈમાં 11 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે નવા વર્ષે થયેલો વધારો નાગરિકોનું બજેટ ખોરવી શકે છે.

ગુજરાતમાં એસટીના ભાડામાં પણ વધારો

ગુજરાત એસટીના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નવા વર્ષથી નવા ભાવ વધારાનો અમલ કરવામાં આવશે. આ ભાવ વધારાના કારણે 27 લાખ મુસાફરો પર પ્રભાવ પડવાનો છે. ગુજરાત એસીટી વિભાગની દૈનિક 8000થી વધુ બસો રોજનું 32 લાખ કિમીનું અંતર કાપે છે, જેમાં દૈનિક હવે 27 લાખ મુસાફરોને આ ભાવ વધારાની અસર થવાની છે. 9 કિમી સુધીની મુસાફરીમાં કોઈ ભાવ વધારો નથી કરાયો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button