નેશનલ

એલ્વિશ યાદવ મુદ્દે હવે આવી નવી અપડેટ, જાણી લો શું થયું?

નવી દિલ્હીઃ નોએડામાં એક રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપનો સામનો કરનારા એલ્વિશ યાદવની તબિયત અચાનક બગડી ગઈ છે. ડોક્ટરે એલ્વિશ યાદવને ડેન્ગ્યુ, મેલેરિયા અને સીબીસીના ટેસ્ટ કરાવવા અને આરામ કરવાની પણ સલાહ આપી છે. હાલમાં એલ્વિશ યાદવની ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એલ્વિશ યાદવની તબિયત સારી નહીં હોવાથી તે હજુ સુધી પોલીસ સમક્ષ હાજર થયો નથી. આ મામલે એલ્વિશ યાદવને પોલીસ સમક્ષ હાજર રહેવા માટેની નોટિસ મોકલવામાં આવી હતી.

એલવીશે પોલીસને તે બીમાર છે એવું કારણ જણાવી પૂછપરછ માટે હાજરી ન આપી શકે હોવાનું જણાવ્યુ હતું. એલવીશ યાદવ થોડા દિવસોમાં નોએડા પોલીસ સામે હાજર ન થતાં તેને રિમાઇન્ડર નોટિસ પણ મોકલવામાં આવી શકે છે. પોલીસ બુધવારે આ કેસમાં પાંચ આરોપીઓની કસ્ટડી માટે સુરજપુર કોર્ટમાં માંગણી કરી હતી અને આજે પણ કોર્ટમાં આ આરોપીઓને હાજર કરવામાં આવ્યા હતા. આજે કોર્ટમાં હાજર કરાયેલા આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવે તેની શક્યતાઓ વધારે છે.

પોલીસ એલ્વિશ યાદવને પૂછપરછ માટે સંપર્ક કર્યો હતો. યુટ્યુબર અને ‘બિગ બોસ ઓટીટી-2’ વિજેતા એલ્વિશ યાદવની રેવ પાર્ટીમાં સાપના ઝેરનો ઉપયોગ કરવા અંગે મંગળવારે ત્રણ કલાક સુધી પોલીસે પૂછપરછ કરી હતી. વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, 1972ની હેઠળ ગયા અઠવાડિયે એફઆઇઆરમાં એલ્વિશ યાદવનું નામ પણ સામેલ છે. એલ્વિશ યાદવ કેસ પર ઉત્તર પ્રદેશના વન મંત્રી અરુણ સક્સેનાએ કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી અને આ મામલે કાયદા મુજબ દરેક આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

એલ્વિશ યાદવની પૂછપરછ કર્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો અને આ મામલે પાંચ આરોપીની ત્રણ નવેમ્બરના રોજ સેક્ટર-51ના બેન્ક્વેટ હોલમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પાસેથી પાંચ કોબ્રા સાથે નવ સાપને રેસક્યુ કરવામાં આવ્યા હતા.

તેમની પાસેથી 20મીમી સપનું ઝેર પણ જપ્ત કરવામાં આવ્યું હતું. એલવિશે આપેલા નિવેદનના આધારે આગળની તપાસ ચાલી રહી છે, પણ પાર્ટી હોલમાં એલવીશ યાદવ હજાર ન હતો તેથી તે આ મામલે કેવી રીતે જોડાયેલો છે તેની તપાસ કરવામાં આવી રહી છે, એવું એક અધિકારીએ જણાવ્યુ હતું. રેસ્ક્યુ કરવામાં આવેલા સાપના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી હતી જેમાં અનેક મહત્વના પુરાવા મળ્યા હતા. સપોની તપાસ બાદ કોર્ટના ઓર્ડર પછી આ સાપને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button