નેશનલ

મેઘાલયમાં ઈન્દોરના દંપતી દુર્ઘટના કેસમાં નવો વળાંક, ત્રણ અજાણ્યા શખ્સોની એન્ટ્રીથી સસ્પેન્સ વધ્યું

ઇન્દોર: મેઘાલયના શિલોંગમાં હનીમૂન માટે ગયેલા ઇન્દોરના ટ્રાન્સપોર્ટ વેપારી રાજા રઘુવંશીનું મોત અને ગુમ થયેલી પત્નીની ઘટનાનો ભેદ હજુ ઉકેલાયો નથી. જેમાં 23 મેના રોજથી ગુમ થયેલી રાજા રઘુવંશીની પત્ની સોનમની કોઇ ભાળ મળી નથી. આ દરમિયાન રાજા રધુવંશીના ભાઈએ ઘટના સ્થળનો વિડિયો પણ શેર કર્યો છે. તેમજ દાવો કર્યો છે કે તેના ભાઈની હત્યા કરવામાં આવી છે. જ્યારે આ કેસમાં ગાઈડે નવો ખુલાસો કર્યો છે.
તેમની સાથે ત્રણ અન્ય અજાણ્યા યુવાનો હતા

આ ઘટના બાદ એક ગાઇડે દાવો કર્યો છે કે જે દિવસે રાજા અને સોનમ ગુમ થયા હતા. ત્યારે તેમની સાથે ત્રણ અન્ય અજાણ્યા યુવાનો પણ હતા. માવલાખિયાત ગાઇડ આલ્બર્ટ પેડે જણાવ્યું હતું કે રાજા રઘુવંશી અને સોનમ 23 મેના રોજ સવારે 10 વાગ્યે નોંગરિયાત અને માવલાખિયાત વચ્ચે ત્રણ પ્રવાસીઓ સાથે જોવા મળ્યા હતા. આલ્બર્ટે કહ્યું કે તે ઇન્દોરના આ દંપતીને ઓળખે છે. કારણ કે તેણે રાજા અને સોનમને નોંગરિયાત પર ચઢવા માટે એક દિવસ પહેલા જ સેવાઓ ઓફર કરી હતી. પરંતુ તેમણે ના પાડી દીધી હતી. તેમણે બીજા ગાઇડ વાંસાઈની સેવાઓ લીધી હતી.

ચારેય હિન્દીમાં વાત કરી રહ્યા હતા

આલ્બર્ટે કહ્યું કે રાજા ત્રણ યુવાનો સાથે આગળ ચાલી રહ્યો હતો. જ્યારે સોનમ તેની પાછળ ચાલી રહી હતી. ચારેય હિન્દીમાં વાત કરી રહ્યા હતા. પરંતુ હું સમજી શક્યો નહીં. કારણ કે હું ફક્ત ખાસી અને અંગ્રેજી જ જાણું છું. તેમણે કહ્યું કે તેઓએ શિપ્રા હોમ સ્ટેમાં રાત વિતાવી અને બીજા દિવસે ગાઇડ વિના પાછા ફર્યા. સોરા શિલોંગથી 80 કિમી દૂર એક ડુંગરાળ વિસ્તાર છે. અહીં ગાઢ જંગલો છે.

રાજા અને સોનમના લગ્ન 11 મેના રોજ થયા

રાજાના ભાઈ વિપિને કહ્યું કે, રાજા અને સોનમ રઘુવંશીના લગ્ન 11 મેના રોજ થયા હતા. તેઓ 20 મેના રોજ હનીમૂન માટે શિલોંગ ગયા હતા. પહેલા તેઓ ગુવાહાટીમાં મા કામાખ્યાના દર્શન કરવા ગયા હતા. અહીંથી તેઓ 23 મેના રોજ મેઘાલયના શિલોંગ ગયા હતા. બંને શરૂઆતમાં પરિવાર સાથે વાત કરતા હતા પછી સંપર્ક તૂટી ગયો. 24 મે થી બંનેના મોબાઇલ બંધ થઈ ગયા. તેથી અમારી ચિંતા વધી હતી. હું અને સોનમનો ભાઈ ગોવિંદ 25 મે ના રોજ કાર દ્વારા ઇન્દોરથી ભોપાલ ગયા. ત્યાંથી અમે ફ્લાઇટ દ્વારા દિલ્હી અને પછી ગુવાહાટી અને શિલોંગ પહોંચ્યા હતા. તેમજ તેમની તપાસ શરૂ કરી હતી.

રાજાના ભાઈએ આ ખાસ વાત કહી

શિલોંગમાં અમે અનિલને મળ્યા જે મોપેડ ભાડે આપે છે. તે અમને તે સ્થળે લઈ ગયો જ્યાં રાજાને ભાડે આપેલી મોપેડ મળી હતી. આ પછી અમે એ જ મોપેડથી સોરા પોલીસ સ્ટેશન પહોંચ્યા. જયા ફક્ત 8 પોલીસકર્મીઓ હતા. તેમની પાસે હથિયારો પણ ન હતા. તેમાંથી એકે પણ અમારી વાત સાંભળી નહીં. તેઓએ અમને વધુ શોધ કરવાની સલાહ આપી અને કહ્યું અમે તેમને શોધીશું. અમે બીજા દિવસે સવારે તેમને શોધવાનું શરૂ કર્યું.

સીસીટીવી ફૂટેજમાં રાજા અને તેની પત્ની સોનમ જોવા મળ્યા

અમે કેટલાક લોકોને તેમના ફોટા બતાવ્યા. પૂછપરછ કરતી વખતે અમે સોરામાં હોટેલ પહોંચ્યા. હોટેલ મેનેજરે અમને કહ્યું કે બંને સવારે 5.30 વાગ્યે ચેક આઉટ કરી ચૂક્યા છે. અમને શંકા ગઈ કે નવા લગ્ન બાદ જે દંપતી ફરવા આવ્યું હોય તે સવારે 5.30 વાગ્યે કેવી રીતે ચેક આઉટ કરી શકે. જ્યારે શિલોંગની હોટલના સીસીટીવી ફૂટેજમાં રાજા અને તેની પત્ની સોનમ દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો -‏‏‎ મણિપુરમાં ફરી પરિસ્થિતિ તંગ બની, બિષ્ણુપુરમાં સંપૂર્ણ કર્ફ્યુ પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

મોપેડના જીપીએસ રેકોર્ડ કઇક અલગ જ જણાવી રહ્યા છે

આ ઉપરાંત રાજા અને સોનમ વચ્ચે એવો કોઇ અણબનાવ પણ ન હતો. તેથી રાજા પડી ગયો હોય તેવું શક્ય નથી.
વિપિને જણાવ્યું કે તેણે તે સ્થળનો વીડિયો પણ બનાવ્યો છે જ્યાં પોલીસ રાજાના પડવાની વાત કરી રહી છે. ત્યાં રેલિંગ એટલી ઊંચી છે કે ધક્કો મારવાથી પણ તે પડી શકે તેમ નથી. તેમણે કહ્યું કે વાહનનો ટ્રેકિંગ રેકોર્ડ પણ કંઈક બીજું કહી રહ્યો છે. મોપેડના જીપીએસ રેકોર્ડ કઇક અલગ જ જણાવી રહ્યા છે. જોકે, પોલીસે આ અંગે કોઇ ધ્યાન આપ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button