1લી એપ્રિલથી લાગુ થતા નવા નિયમો તમારા ખિસ્સા પર કેટલી અસર કરશે? વાંચી લો આ અહેવાલ…

નવી દિલ્હીઃ માર્ચ મહિનો પૂર્ણ થતાની સાથે જ 1મી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. આ નવા નાણાકીય વર્ષમાં કેટલા ફેરફારો થવાના. તેની જાણકારી તમારી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. અન્યથા તમારે પરેશાનીઓનો સામનો કરવો પડશે. 1લી તારીખથી ઘરે વપરાતા ગેસના સિલેન્ડરના ભાવ (LPG Cylinder Price)થી લઈને બેંકના ક્રેડિટ કાર્ડ સુધીના નિયમોમાં બદલાવ આવી રહ્યો છે. શું તમને ખબર છે આમાં કેવા ફેરફારો કરવામાં આવ્યાં છે? 1લી તારીખથી ક્રેડિટ કાર્ડ, UPI અને Tax માં થયેલા ફેરફારને જાણવા માટે વાંચો આ અહેવાલ…
ક્રેડિટ કાર્ડની નિયમોમાં શું ફેરફાર થશે?
સૌથી પહેલા ક્રેડિટ કાર્યની વાત કરવામાં આવે તો, 1લી એપ્રિલથી તેના ક્રેડિટ કાર્ડના નિયમો (Credit Card Rule Change) બદલાઈ રહ્યાં છે. SBI તેના Simply CLICK ક્રેડિટ કાર્ડ પર Swingy રિવોર્ડ્સને 5 ગણાથી ઘટાડીને અડધો કરશે. તો એર ઇન્ડિયા સિગ્નેચર પોઈન્ટ્સ 30 થી ઘટાડીને 10 કરવામાં આવશે. આ ઉપરાંત, IDFC ફર્સ્ટ બેંક ક્લબ વિસ્તારા માઇલસ્ટોનના લાભો બંધ કરવા જઈ રહી છે.
આ પણ વાંચો: વિનાશકારી ભૂકંપે મ્યાનમારની દશા બગાડી! 144 લોકોના મોતનો અંદાજ, જાણો અન્ય મહત્વની વિગતો…
શું UPI એકાઉન્ટ બંધ થઈ જશે?
કરોડો લોકો અત્યારે UPIનો ઉપયોગ કરી રહ્યાં છે. જેનાથી કંપનીઓને ઘણો ફાયદો પણ થાય છે. પરંતુ 1લી તારીખથી જે UPI એકાઉન્ટ લાંબા સમયથી એક્ટિવ નથી તમામ UPI એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. જો તમારો ફોન નંબર UPI એપ સાથે લિંક થયેલો છે અને તમે લાંબા સમયથી તેનો ઉપયોગ કર્યો નથી, તો તેની સેવાઓ બંધ થઈ શકે છે. તે UPI એકાઉન્ટને બેંકના રેકોર્ડમાંથી પણ હટાવી દેવામાં આવશે.
બેંક ખાતામાં લઘુત્તમ રાશિ રાખવી અનિવાર્ય બની જશે!
મોટા ભાગની બેંકમાં એવો નિયમ હોય છે કે ખાતામાં લઘુત્તમ રાશિ જમા રાખવી પડે છે. જેથી 1લી એપ્રિલથી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અને પંજાબ નેશનલ બેંક (PNB) સહિત ઘણી બેંકો ગ્રાહકોના બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ સંબંધિત નિયમોમાં સુધારો કરવા જઈ રહી છે. બેંક ખાતાધારકના લઘુત્તમ બેલેન્સ માટે ક્ષેત્રવાર ધોરણે નવી મર્યાદા નક્કી કરશે અને જો ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવવામાં ન આવે તો દંડ લાદવામાં આવી શકે છે. જેથી ખાતામાં લઘુત્તમ રાશિ રાખવી અનિવાર્ય બની જશે.
આ પણ વાંચો: છત્તીસગઢના બીજાપુરમાંથી ૪૫ કિલોનું આઇઇડી જપ્ત…
ગેસના ભાવોમાં પણ ફેરફારો થવાની સંભાવનાઓ
ઉલ્લેખનીય છે કે, દર મહિનાની પહેલી તારીખે, તેલ અને ગેસ વિતરણ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવમાં વધારે કે ઘટાડો કરવામાં આવે છે. આ 1લી એપ્રિલથી તેમાં ફેરફાર કરવામાં આવશે. તાજેતરમાં 19 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં વધારો અને ઘટાડો થયો હતું, રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સમાન જ રહ્યા છે. જેથી નવા નાણાકીય વર્ષણાં લોકો 14 કિલોના સિલિન્ડરના ભાવમાં રાહતદાયક ફેરફારની આશા રાખી રહ્યાં છે. આ સાથે CNG, PNG અને ATF ના ભાવમાં પણ વધારો કે ઘટાડો થઈ શકે છે.
1લી એપ્રિલથી નવો ઈન્કમ ટેક્સ એક્ટ લાગુ થશે
આ વખતે નાણામંત્રીએ 2025 ના બજેટમાં મધ્યમ વર્ગના લોકોને રાહત આપવાની વાત કરી હતી. જેમાં ટેક્સ સ્લેબમાં બદલાવ સાથે TDS, ટેક્સ રિબેટ અને અન્ય બાબતોનો ફેરફાર કરવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ એક્ટમાં પણ ફેરફાર કરવાની વાત ચાલી રહી છે. આ દરેક બદલાબ 1લી એપ્રિલ 2025 થી થવાના છે. નવા ટેક્સ સ્લેબમાં વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર ટેક્સ મુક્તિ મળશે. પગારદાર કર્મચારીઓ 75,000 રૂપિયાના માનક કપાત માટે પાત્ર રહેશે. આનો અર્થ એ થયો કે, 12.75 લાખ રૂપિયા સુધીના પગારનો કરમુક્ત રહેશે તેના પર કોઈ ટેક્સ નહીં આપવો પડે! આ સાથે સાથે ભાડાની આવક પર મુક્તિની મર્યાદા વધારીને વાર્ષિક 6 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેનાથી મકાનમાલિકો પરનો બોજ ઓછો થશે.