
નવી દિલ્હી : દેશમાં 1 એપ્રિલ 2025ના રોજથી નાણાકીય વ્યવહારો સહિત અનેક નિયમો બદલાવા (New Rules)જઇ રહ્યા છે. જેમાં આજથી યુપીઆઇ, આવકવેરાના નવા સ્લેબ, બેંક ખાતામા મિનિમમ બેલેન્સ અને મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત નિયમોમાં ઘણા ફેરફારો અમલી બનવા જઇ રહ્યા છે.
નવા ટેક્સ સ્લેબ 1 એપ્રિલથી અમલમાં
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2025-26 માં જાહેર કરાયેલા નવા ટેક્સ સ્લેબ 1 એપ્રિલથી અમલમાં આવશે. બજેટમાં નવી કર વ્યવસ્થા હેઠળ 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ આવકવેરો રહેશે નહીં. પગારદાર વર્ગ માટે 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન રહેશે. એટલે કે 12.75 લાખ રૂપિયા સુધીનો વાર્ષિક પગાર કરમુક્ત રહેશે.
UPI એ નવી માર્ગદર્શિકા જાહેર કરી
હાલ દેશમાં વધી રહેલા ડિજિટલ ટ્રાન્ઝેકશને વધુ સુરક્ષિત બનાવવામાં આવી રહ્યા છે. જેના પગલે UPI એ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં 1 એપ્રિલથી જે નંબરો ફરી એલોટ કરવામાં આવ્યા છે તેની સાથે સંકળાયેલા UPI આઈડી નિષ્ક્રિય કરવામાં આવશે. જો યુઝર્સ લાંબા સમયથી મોબાઇલ નંબર સાથે લિંક થયેલ UPI IDનો ઉપયોગ નથી કરતો તેનું UPI એકાઉન્ટ એક્સેસ નહિ કરી શકે.
આ પણ વાંચો: પાટનગરમાં આવી શકે વિનાશક ભૂકંપ, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ કરી ભયાનક આગાહી, જાણો?
યુનિફાઇડ પેન્શન યોજનામાં ફેરફાર
ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS)1 એપ્રિલથી લાગુ થવા જઈ રહી છે. આ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક વિકલ્પ છે જે પહેલાથી જ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે NPS હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આમાં, 25 વર્ષ કે તેથી વધુ સમય માટે સેવા આપનારા સરકારી કર્મચારીઓને છેલ્લા 12 મહિનાના સરેરાશ મૂળ પગારના 50 ટકા પેન્શન તરીકે મળશે.
હોટલની રેસ્ટોરન્ટ સેવાઓ પર 18 ટકા GST
આ ઉપરાંત 1 એપ્રિલથી જો હોટલના રૂમનું ભાડું દરરોજ 7500 રૂપિયાથી વધુ હોય તો આવી હોટલોમાં પૂરી પાડવામાં આવતી રેસ્ટોરન્ટ સેવાઓ પર 18 ટકા GST ચૂકવવો પડશે. જોકે, ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળશે.
આ પણ વાંચો: PM Modi ના અંગત સચિવ તરીકે IFS નિધિ તિવારીની નિયુક્તિ, જાણો કોણ છે ?
આધાર-પાન લિંક નહિ હોય તો ડિવિડન્ડની નહિ મળે
1 એપ્રિલથી જે રોકાણકારોના PAN અને આધાર લિંક નથી તેઓ ડિવિડન્ડની આવક ગુમાવશે. આ ઉપરાંત TDS વધશે અને ફોર્મ 26AS માં કોઈ ક્રેડિટ આપવામાં આવશે નહીં.
1 એપ્રિલથી પોઝિટિવ પે સિસ્ટમ લાગુ
બેંક છેતરપિંડી અટકાવવા માટે 1 એપ્રિલથી પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આજથી, 50,000 રૂપિયાથી વધુના ચેક પેમેન્ટ માટે ખાતાધારકે ચેકની વિગતો ઇલેક્ટ્રોનિક રીતે બેંકમાં સબમિટ કરવાની રહેશે. જેની બેંક ચુકવણી કરતા પહેલા ચકાસણી કરશે. તેની બાદ રકમ જમા કરશે.
ટીડીએસ- ટીસીએસ મર્યાદામાં વધારો
દેશના વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ આવક પર TDS મર્યાદા વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત TCS (ટેક્સ કલેક્શન એટ સોર્સ) ના નવા દરો 1 એપ્રિલ, 2025 થી લાગુ થવા જઈ રહ્યા છે. વિદેશ યાત્રા, રોકાણ અને અન્ય મોટા વ્યવહારો પર TCS મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે.
GST પોર્ટલ પર મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન ફરજિયાત
1 એપ્રિલથી GST પોર્ટલ પર મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન (MFA) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. હવે ઈ-વે બિલ ફક્ત તે દસ્તાવેજો પર જ જનરેટ થશે જે 180 દિવસથી વધુ જૂના નથી.
બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ માટે નિયમો બદલાયા
1 એપ્રિલથી અનેક બેંકો દ્વારા ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાના નિયમો બદલવામાં આવ્યા છે. જેમાં એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક, કેનેરા બેંક સહિત ઘણી મોટી બેંકોએ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા છે. જો બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોય તો તમારે દંડ ભરવો પડી શકે છે.