ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકા, ઈવીએમ બેલેટમાં ઉમેદવારના કલર ફોટા અને સીરીયલ નંબર દેખાશે | મુંબઈ સમાચાર
નેશનલ

ચૂંટણી પંચની નવી માર્ગદર્શિકા, ઈવીએમ બેલેટમાં ઉમેદવારના કલર ફોટા અને સીરીયલ નંબર દેખાશે

નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચે ઈવીએમ બેલેટને વધુ સુવાચ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. તેમજ આ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં પ્રથમ વાર ઈવીએમ બેલેટમાં ઉમેદવારના કલર ફોટા અને સીરીયલ નંબર સ્પષ્ટ દેખાશે. તેમજ આ નવા ઈવીએમ બેલેટનો ઉપયોગ બિહાર વિધાનસભા ચૂંટણીથી કરવામાં આવશે.

ચૂંટણી નિયમોમાં સુધાર કરવામાં આવ્યો

જેમાં ભારતીય ચૂંટણી પંચે ઈવીએમ બેલેટની સ્પષ્ટતા અને વાંચનક્ષમતા વધારવા માટે ચૂંટણી નિયમો-1961 ના નિયમ 49B હેઠળ હાલની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.આ પહેલ ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સુધારવા અને મતદાતાઓની સુવિધા વધારવા માટે પંચ દ્વારા છેલ્લા છ મહિનામાં હાથ ધરવામાં પ્રક્રિયાનો હિસ્સો છે.

ફોન્ટ સાઈઝ મોટી અને બોલ્ડ કરવામાં આવશે

જેમાં હવે ઈવીએમ બેલેટ પર ઉમેદવારોના કલર ફોટા છાપવામાં આવશે. જેમાં ઉમેદવારનો ચહેરો ફોટાના ત્રણ-ચતુર્થાંશ ભાગ પર રહેશે. તેમજ ઉમેદવારના સીરીયલ નંબરો છાપવામાં આવશે. તેમજ સ્પષ્ટતા માટે ફોન્ટ સાઈઝ મોટી અને બોલ્ડ કરવામાં આવશે.

ઈવીએમ બેલેટ 70 જીએસએમ પેપર પર છપાશે

જયારે એકરૂપતા સુનિશ્ચિત કરવા માટે, બધા ઉમેદવારો અને નોટાના નામો પણ સમાન ફોન્ટમાં અને સરળતાથી વાંચી શકાય તે રીતે છાપવામાં આવશે. ઈવીએમ બેલેટ 70 જીએસએમ પેપર પર છાપવામાં આવશે. તેમજ વિધાનસભા ચૂંટણી માટે ગુણવત્તાવાળો ગુલાબી પેપરનો ઉપયોગ કરવામાં આવશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button