
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (Employees’ Provident Fund Organization – EPFO) દ્વારા વર્ષ 2025 માં તેના સભ્યો માટે ઘણા મોટા ફેરફારો કર્યા છે, જેનો ઉદ્દેશ્ય પ્રક્રિયાઓને સરળ, ડિજિટલ અને પારદર્શક બનાવવાનો છે. આ ફેરફારો ફક્ત કર્મચારીઓ માટે જ અનુકૂળ નથી. પરંતુ તે તેમની બચત અને પેન્શન સંબંધિત બાબતોને પણ અસર કરી શકે છે. તમને જણાવી દઈએ કે, EPFO દ્વારા પાંચ મુખ્ય ફેરફારો કરવામાં આવ્યાં છે. જેના કારણે કર્મચારીઓને હવે ઘણો ફાયદો થવાનો છે. વાંચો આ અહેવાલ…
EPFOમાં પોતાની પ્રોફાઈલ અપડેટ કરવી એકદમ સરળ
EPFO દ્વારા કરવામાં આવેલા ફેરફારની વાત કરવામાં આવે તો, જો તેમારો UAN નંબર આધાર કાર્ડ સાથે લિંક છે, તો તમે તમારૂ નામ, જન્મતારીખ, લિંગ, રાષ્ટ્રીયતા, માતા અને પિતાનું નામ, લગ્નની સ્થિત, પતિ/પત્નીનું નામ અને નોકરીની તારીખ જેવી માહિતી કોઈ પણ ડોક્યુમેન્ટ વિના બદલી અપડેટ કરી શકો છો. એ પણ જણાવી દઈએ કે, જેમનું UAN 1લી ઓક્ટોબર પહેલા બનેલું હશે તેમને કેટલીક બાબતોમાં કંપનીની મંજૂરી લેવી પડી શકે છે. જો કે, આ ફેરફારના કારણે કર્મચારીને સારો એવો ફાયદો થવાનો છે.
EPFOના ફેરફાર બાદ હવે પીએફ ટ્રાન્સફર બન્યું એકદમ સરળ
પહેલા જ્યારે નોકરી બદલ્યા પછી પીએફ ટ્રાન્સફર કરવું વધારે અઘરૂં હતું, તેમાં અનેક પ્રકારની કામગીરી કરવી પડતી હતી. પરંતુ હવે EPFO ફેરફાર કરીને 15મી જાન્યુઆરી 2025થી તે સરળ કરી દીધું છે. મોટા ભાગના કિસ્સાઓમાં હવે જુની કે નવી કંપનીની મંજૂરી લેવાની જરૂર નહી પડે. બસ તમારો UAN આધાર સાથે લિંક થયેલો હોય તો દરેક કામ સરળ થઈ જશે.
ખાનગી કંપનીઓએ પણ EPFO ના નિયમો પાળવા પડશે
મહત્વની વાત એ છે કે, EPFO દ્વારા હવે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે, અને દરેક માટે સમાન પ્રક્રિયા લાગુ કરી દેવામાં આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, જો કર્મચારીનો પગાર નિર્ધારિત મર્યાદા કરતા વધુ હોય અને તે વધારાનું યોગદાન આપે, તો તેને ઊંચા પગાર પર પેન્શન મળી શકે છે. એટલું જ નહીં પરંતુ ખાનગી ટ્રસ્ટ ચલાવતી કંપનીઓએ પણ EPFO ના નિયમોનું પાલન કરવું પડશે.
પેન્શન ચુકવણી ઓર્ડરની પ્રક્રિયાને પણ સરળ કરવામાં આવી
EPFO એ 1લી જાન્યુઆરી, 2025થી સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરી છે. હવે તમે પેન્શન પણ કોઈ પણ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. આ પહેલા પેન્શન માટે પેન્શન ચુકવણી ઓર્ડર (PPO) એક પ્રાદેશિક કચેરીથી બીજી પ્રાદેશિક કચેરીમાં ટ્રાન્સફર કરવો પડતો હતો, જેના કારણે લોકો ખૂબ જ હેરાન થતા હતાં. પરંતુ EPFO દ્વારા કરવામાં આવેલા ફેરફાર બાદ તે સરળ થઈ ગયું છે. હવે નવા PPOને UAN સાથે લિંક કરવું અનિવાર્ય બની ગયું છે, જેના કારણે પેન્શનરો સરળતાથી ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે.
EPFOએ જોઈન્ટ ડિક્લેરેશનની પ્રક્રિયાને 16મી જાન્યુઆી 2025થી સરળ કરી દેવાનો નિર્દેશા જાહેર કરી દીધો છે. જો અકાઉન્ટમાં તમે કોઈ ખોટી કે અધૂરી જાણકારીને અપડેટ કરવી સરળ થઈ જવાની છે. જેના કારણે જોઈન્ટ ડિક્લેરેશનની પ્રક્રિયા સળર થશે અને લોકોને વધારે ફાયદો થવાનો છે.
આપણ વાંચો : EPFO ના સભ્યો માટે ખુશખબર, હવે જાતે જ ટ્રાન્સફર કરી શકાશે પીએફ એકાઉન્ટ…