ટોપ ન્યૂઝનેશનલ

New Delhi રેલવે સ્ટેશન પર ભાગદોડમાં 14 મહિલા સહિત 18ના મોત, ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ…

નવી દિલ્હી : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઇને ઉભેલા અનેક મુસાફરો અકસ્માતનો શિકાર બન્યા છે. જેમાં નવી દિલ્હી રેલવે સ્ટેશન પર અચાનક થયેલી ભાગદોડમાં(New Delhi Railway Station Stampede) 14 મહિલાઓ સહિત 18 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘાયલોને સારવાર માટે LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Also read : Mahakumbh: ફરી મહાકુંભમાં લાગી આગ; ઘણા તંબુ બળીને થયા રાખ

પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા

જેમાં મળતી માહિતી મુજબ પ્લેટફોર્મ પર અચાનક ભીડ વધી જવાને કારણે આ અકસ્માત થયો હતો. જેમાં મોટાભાગના લોકો મહાકુંભ સ્નાન માટે જઈ રહ્યા હતા. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ભીડ વધતા ભાગદોડમાં મચી હતી

આ દુર્ઘટના પ્લેટફોર્મ નંબર 13, 14 અને 15 વચ્ચે થઈ હતી. મહાકુંભમાં જવા માટે સાંજે 4 વાગ્યાથી સ્ટેશન પર ભીડ એકઠી થવા લાગી. રાત્રે લગભગ 8.30 વાગ્યે પ્રયાગરાજ જતી 3 ટ્રેનો મોડી પડી હતી. જેના કારણે ભીડ વધી ગઈ અને ભાગદોડ મચી હતી.

અકસ્માતના ભોગ બનેલા લોકો માટે વળતરની જાહેરાત

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડથી અકસ્માતના ભોગ બનેલા લોકો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 2.5 લાખ રૂપિયા અને નાના ઘાયલ થયેલા લોકોને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Also read : મહાકુંભના નામે કંઈપણ કરે છે લોકોઃ આ જાહેરખબર થઈ રહી છે વાયરલ

ગૃહમંત્રી અમિત શાહે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું

આ દુર્ઘટના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે રેલ્વે મંત્રી સાથે પણ વાત કરી હતી. અમિત શાહે ટ્વિટર પર લખ્યું, “નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલા અકસ્માત અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button