New Delhi Railway Station ચાર વર્ષ માટે બંધ? PIB Fact Check દ્વારા કરાઈ આવી સ્પષ્ટતા…
સોશિયલ મીડિયા પર છેલ્લાં કેટલાય સમયથી નવી દિલ્હી રેલવે સ્ટેશન આશરે ચારેક વર્ષ માટે (New Delhi Reailway Station Shutdown) બંધ કરવાના સમાચાર અને મેસેજ આવી રહ્યા હતા. પરંતુ હવે આ મામલે PIB Fact Check દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. આવો જોઈએ શું રહેવું છે PIB Fact Checkનું…
પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા આ મામલે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને સ્પષ્ટતા કરવાાં આવી છે કે નવી દિલ્હીનું રેલવે સ્ટેશન ક્યારેય બંધ નથી થવાનું. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં ભારત સરકારે 500 રેલવે સ્ટેશનનો વિકાસ કરવાની યોજના જાહેર કરી હતી અને આ અંતર્ગત જ સ્ટેશનનો પુર્નવિકાસ કરવાની સાથે સાથે જ એમને વર્લ્ડ ક્લાસ દરજ્જાના બનાવવામાં આવશે. જેમાં નવી દિલ્હીના રેલવે સ્ટેશનનો સમાવેશ પણ થાય છે.
બસ આ કારણે સોશિયલ મીડિયા પર નવી દિલ્હી રેલવે સ્ટેશન સંબંધિત અનેક સમાચાર વહેતા થયા હતા જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નવી દિલ્હીનું રેલવે સ્ટેશન આશરે ચાર વર્ષ માટે બંધ કરવામાં આવશે અને 2024ના અંતમાં આ રેલવે સ્ટેશન બંધ કરવામાં આવશે. એટલું જ નહીં નવી દિલ્હીથી ઉપડનારી ટ્રેનોની શિફ્ટ કરવાની માહિતી આપતું સર્ક્યુલર પણ વાઈરલ થયું હતું.
પરંતુ આ મામલે પીઆઈબી ફેક્ટ ચેક (PIB Fact Check) દ્વારા હવે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા તેમ જ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવા દાવા કરવામાં આવ્યા છે કે નવી દિલ્હી રેલવે સ્ટેશન ચાર વર્ષ માટે બંધ કરવામાં આવશે. પરંતુ આ દાવો સદંતર ખોટો છે. નવી દિલ્હીનું સ્ટેશન બંધ કરવાની કોઈ યોજના નથી. જો રિડેવલપમેન્ટ સમયે કોઈ સમસ્યા થશે તો કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવશે, પણ સ્ટેશન બંધ કરવાના સમાચાર તદ્દન ખોટા છે.