500 રૂપિયાની નવી નોટ ચલણમાં આવી છે? શું છે હકીકત?

અત્યારે આખો દેશ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને દેશની જનતા રામના રંગમાં રંગાઈ ગઈ છે. 22મી જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે સોશિયલ મીડિયા પર Reserve Bank Of India (RBI) દ્વારા 500 રૂપિયાની ભગવાન રામના ફોટાવાળી નવી નોટ બહાર પાડવામાં આવી છે એવા ફોટો અને સમાચાર વાઈરલ થઈ રહ્યા છે. હવે આ નવી નોટને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે.
છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર 500 રૂપિયાની ભગવાન રામના ફોટાવાળી નોટ વાઈરલ થઈ રહી છે અને એવી અફવા પણ ઉડાવવામાં આવી રહી છે કે RBI દ્વારા 22મી જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં આ નવી 500 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવશે. પણ હવે આ મામલે મહત્ત્વની માહિતી સામે આવી રહી છે.

આ ઉપરાંત આ નોટ ડિઝાઈ કરનાર રઘુન મૂર્તિએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પણ જણાવ્યું હતું કે કોઈ એક્સ પર મારા ક્રિયેટીવ કામને લઈને અફવાઓ ફેલાવી રહ્યું છે અને હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું આવી કોઈ પણ ખોટી માહિતી માટે જવાબદારી નથી. મારી ક્રિયેટીવિટીનો દુરુપયોગ બંધ થવો જોઈએ.
જ્યારે બીજા એક યુઝરે લખ્યું હતું કે મારા મિત્ર @raghunmurthy07 તરફથી આ એડિટેડ પીસ ક્રિયેટિવિટીનું એક ઉદાહરણ છે. એને બેંકની નોટ રૂપમાં રજૂ કરવાનો કોઈ જ ઈરાદો નથી. આ નોટ સાથે આપવામાં આવેલી કોઈ પણ માહિતી પર વિશ્વાસ કરીને અફવાઓને સમર્થન આપશો નહીં.
14મી જાન્યુઆરીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ ભગવાન રામના ફોટાવાળી નોટનો ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ નોટ પર રાષ્ટ્રપિતા ગાંધીજીના ફોટોની જગ્યાએ ભગવાન રામનો ફોટો છે અને લાલકિલાના બદલે અયોધ્યાના રામ મંદિરનો ફોટો છાપવામાં આવ્યો છે. લોકો આ નવી નોટને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અહીંયા તમારી જાણ માટે આરબીઆઈની ઓફિશિયલ વેબસાઈટ પર પણ આ વાઈરલ દાવા બાબતે કોઈ પણ પ્રકારની જાણકારી આપવામાં નથી આવી.