નેત્રા મંટેના અને વામસી ગદિરાજુના રોયલ વેડિંગ શા માટે ચર્ચામાં છે, જાણો કોણ છે કપલ?

ઉદયપુર: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડૉનાલ્ડ ટ્રમ્પ જુનિયર હાલ ભારતના પ્રવાસે છે. તાજેતરમાં તેમણે જામનગર ખાતે રિલાયન્સના ‘વનતારા’ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.
સાથોસાથ ગુજરાતની લોકસંસ્કૃતિની ઓળખ સમાન ગરબા પણ કર્યા હતા. હવે ડૉનાલ્ડ ટ્રમ્પ જુનિયર ઉદયપુરના એક રોયલ વેડિંગમાં પહોંચ્યા છે. ડૉનાલ્ડ ટ્રમ્પ જૂનિયર ઉપરાંત બોલીવૂડ અને હોલીવુડની સેલિબ્રિટીઝ પણ આ રોયલ વેડિંગમાં હાજરી આપી છે ત્યારે આખરે જાણીએ કોણ છે આ રોયલ ફેમિલી.
આપણ વાચો: અભી આઇ અભી ચલ દી… ભાઇના વેડિંગ સમારોહમાંથી વિદેશ પરત દેશી ગર્લ
હોલીવુડ અને બોલીવુડના કલાકારોએ કર્યું પરફોર્મ
21 નવેમ્બર 2025થી ઉદયપુરમાં એક ત્રણ દિવસની રોયલ વેડિંગ ઇવેન્ટ શરૂ થઈ છે. જેનો આજે ત્રીજો દિવસ છે. નેત્રા મંટેના અને વામસી ગદિરાજૂ આજે લગ્નગ્રંથીમાં બંધાયા છે.
ઉદયપુરના જુદા જુદા રોયલ ડેસ્ટિનેશન ખાતે તેમના રોયલ વેડિંગની ઇવેન્ટ યોજાઈ, જ્યાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. ડૉનાલ્ડ ટ્રમ્પ જુનિયર પણ હાજરી પુરાવા પહોંચ્યા હતા. રોયલ વેડિંગ ઇવેન્ટમાં હોલીવુડના જસ્ટિન બીબર અને જેનિફર લોપેજ તથા બોલીવુડના રણવીર સિંહ, શાહિદ કપૂર અને કિર્તી સેનને પણ પરફોર્મ કર્યું હતું.
આપણ વાચો: Nita Ambaniએ Anant Ambani પ્રિ વેડિંગ બેશમાં પહેરી આ ખાસ સાડી, જોશો તો બોલી ઉઠશો વાહ…
નેત્રા મંટેના અને વામસી ગદિરાજુ કોણ છે
નેત્રા મંટેના અમેરિકામાં રહેતા ભારતીય મૂળના અબજોપતિ બિઝનેસમેન રામા રાજુ મંટેના અને પદ્મજા મંટેનાની એકમાત્ર દીકરી છે. રામા રાજુ મંટેના અમેરિકન ફાર્માસ્યુટિકલ સેક્ટરના અગ્રણી છે.
તેઓ ઓરલેંડ ખાતેની ઇંજેનસ ફાર્માસ્યુટિલકલના ચેરમેન અને સીઈઓ છે. આ કંપની કેન્સર અને ન્યૂરોલોજિકલ બીમારીઓને જેનેરિક દવાઓ બનાવે છે. ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં તેમણે ઘણા સાહસો શરૂ કર્યા છે.
રામા રાજુ મંટેનાના જમાઈ વામસી ગદિરાજૂ ટેક્નોલોજીની દુનિયાનો જાણીતો ચહેરો છે. વામસી ગદિરાજgએ કોલંબિયા યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન પૂરૂ કર્યું છે. તેઓ ન્યૂ યોર્ક બેઝ્ડ કંપની સુપરઑર્ડર્સના કો-ફાઉન્ડર અને ચીફ ટેક્નોલોજી ઓફિસર છે.
આ સિવાય તેણે રેસ્ટોરાં ચેન્સ માટે ઓલ ઇન વન પ્લેટફોર્મ પણ વિકસાવ્યું છે, જેમાં એઆઈ પાવર્ડ ઓટોમેટેડ વેબસાઈટ બિલ્ડરનો પણ સમાવેશ થાય છે. 2024માં ફોર્બ્સની ફોર્બ્સ 30 અંડર 30ની યાદીમાં પણ સ્થાન મેળવી ચૂક્યા છે.



