નેપાળના રાજકીય સંકટની માનસરોવર યાત્રા પર થશે અસર? ભારતે જાહેર કરી એડવાઇઝરી | મુંબઈ સમાચાર
નેશનલ

નેપાળના રાજકીય સંકટની માનસરોવર યાત્રા પર થશે અસર? ભારતે જાહેર કરી એડવાઇઝરી

નવી દિલ્હીઃ નેપાળમાં ભારે હિંસા બાદ હજી પણ સ્થિતિ કાબૂમાં હોય તેવું લાગતું નથી. જેન-જી વિરોધ પ્રદર્શન ખૂબ જ ઉગ્ર બન્યું છે. આ હિંસક આંદોલન હવે ભારતને પણ અસર કરી શકે છે.ખાસ કરીને કૈલાશ માનસરોવર યાત્રા પર જતા લોકોને આ આંદોલનના કારણે તકલીફ પડી શકે છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ યાત્રા પર ગયેલા લોકો અત્યારે તિબેટમાં ફસાયેલાછે.જેમના ભારતીય દુતાવાસ દ્વારા એક એજવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ભારતના અનેક લોકો આ યાત્રા જતા હોય છે. જેથી તેમની સુરક્ષા કરવી એ ભારત સરકારની જવાબદારી છે.

તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં ફસાયેલા લોકોને મહત્વપૂર્ણ સલાહ

વધારે વિગતે વાત કરવામાં આવે તો, બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસે નેપાળમાં ખાનગી ટૂર ઓપરેટરો દ્વારા આયોજિત કૈલાશ યાત્રા દરમિયાન તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં ફસાયેલા લોકોને મહત્વપૂર્ણ સલાહ આપી છે. નેપાળની વર્તમાન સ્થિતિને જોતા હવે નવા નિર્દેશો જાહેર કરવામાં આવ્યાં છે. ભારતીય દૂતાવાસ દ્વારા હેલ્પલાઈન નંબર પણ પણ જાહેર કરવામાં આવ્યાં છે.ભારતીય દૂતાવાસે કહ્યું કે, વધારે ઊંચાઈવાળી જતા પહેલા યાત્રાળુઓએ પહેલા પોતાના સ્વાસ્થ્ય અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ સાથે સાથે દૂતાવાસ દ્વારા જે પણ સલાહ કે સુચનો આપવામાં આવે છે, તેનું પાલન કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

માનસરોવર યાત્રાળુઓ આ વાતની તકેદારી રાખવા સચના

ચીનમાં આવેલ ભારતીય દૂતાવાસ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે કે, નેપાળની સ્થિતિને જોતા અત્યારે લોકોએ શાંતિ બનાવીને રાખવી! તિબેટ ખૂબ જ ઊંચાીએ આવેલું હોવાથી અહીં ઓક્સિજન પણ ઓછો હોય છે.જેના કારણે યાત્રા કરતા લોકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.આ સાથે સાથે સ્થાનિક તંત્ર દ્વારા જે પણ સલાહ કે સૂચના આપવામાં આવે છે તેનું પણ પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે.જે પણ યાત્રીને સેવા કે સહાયની જરૂર પડે છે તેને દૂતાવાસનો સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે. નેપાળમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં કુલ 30થી પણ વધારે લોકોનું મોત થયું છે, જેથી યાત્રીઓ ખાસ ધ્યાન રાખવું પડશે.જોકે, ભારત સરકાર તમામ રીતે મદદ કરવા માટે તૈયાર છે તેવું પણ દૂતાવાસે આશ્વાસન આપ્યું હતું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button