
નેપાળ અને ભારત ની સરહદ નજીક ગત મોડી રાત્રે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. જોકે ભૂકંપનું કેન્દ્ર તિબેટમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભૂકંપ વિશે માહિતી આપી હતી. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો મધરાત્રિએ પણ પોતાના ઘરની બહાર નીકળી ગયા. ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ગત સોમવારે પાકિસ્તાનમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ
આ પૂર્વે ગત સોમવારે પાકિસ્તાનમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ જણાવ્યું કે ભૂકંપ સાંજે 4:05 વાગ્યે આવ્યો હતો. ભૂકંપના આંચકાના ભયને કારણે લોકો પોતાના ઘર છોડીને બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું, જેનું અક્ષાંશ 36.60 ઉત્તર અને રેખાંશ 72.89 પૂર્વ હતું.
ગત સોમવારે પાકિસ્તાનમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ
હાલમાં દેશ અને વિશ્વના ઘણા ભાગોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. આપણી પૃથ્વીની અંદર 7 ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત પોતાની જગ્યાએ ફરતી રહે છે. જોકે, ક્યારેક અથડામણ કે ઘર્ષણ થાય છે. આ કારણોસર પૃથ્વી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે.
ભારતમાં ભૂકંપ સંભવિત ક્ષેત્રો
ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, ભારતના કુલ ભૂમિ વિસ્તારનો લગભગ 59 ટકા ભાગ ભૂકંપ-સંભવિત માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ ભારતમાં ભૂકંપ ક્ષેત્રને ઝોન-2, ઝોન-3, ઝોન-4 અને ઝોન-5 એમ 4 ભાગોમાં વિભાજિત કર્યું છે. ઝોન-5 ના વિસ્તારોને સૌથી સંવેદનશીલ ગણવામાં આવે છે. જ્યારે ઝોન-2 ને ઓછો સંવેદનશીલ ગણવામાં આવે છે. આપણા દેશની રાજધાની દિલ્હી ભૂકંપ ઝોન-4 માં આવે છે. અહીં 7 થી વધુ તીવ્રતાના ભૂકંપ પણ આવી શકે છે. જે ભારે વિનાશનું કારણ બની શકે છે.
આ પણ વાંચો…..ગુજરાતના બનાસકાંઠા અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા, કોઇ જાનહાનિ નહિ