નેપાળનું Gen-Z વિરોધ પ્રદર્શન ભારત પર કેવી અસર કરશે? કરોડોના નુકસાનની આશંકા

નવી દિલ્હીઃ નેપાળ અને ભારત વચ્ચે વ્યાપારિક સંબંધો છે. નેપાળમાં જે પ્રકારે અત્યારે માહોલ છે, તેને જોતા ભારતના વેપાર ક્ષેત્ર અને પ્રવાસન ઉદ્યોગને અસર થશે તેવું વિશ્લેષકો માની રહ્યાં છે. 8મી સપ્ટેમ્બરથી નેપાળમાં હિંસાત્મક પ્રદર્શનો થઈ રહ્યા છે. આ પ્રદર્શનની વિશ્વભરના દેશોમાં ચર્ચા થઈ રહી છે. મહત્વની વાત એ છે કે, પ્રદર્શનકારીઓએ નેપાળમાં આખી સરકારને પલટાવી દીધી છે. પરંતુ આ પ્રદર્શન હવે ભારતને કેવી રીતે અસર કરશે? ચાલો આ અહેવાલમાં જોઈએ…
નેપાળ અને ભારત સાથે કેવો વેપાર થાય છે?
ભારત અને નેપાળ વચ્ચે સારો એવો વેપાર થતો હોય છે. નેપાળ ભારત પાસેથી તેલ, વીજળી, દવાઓ સાથે અનેક સેવાઓની ખરીદી કરે છે. નેપાળમાં અત્યારે જે પણ વસ્તુઓ છે તેમાં મોટા ભાગની ભારતની જ છે. ભારતના કારણે નેપાળમાં રોજગાર વધ્યો છે. નેપાળ સૌથી વધારે ખરીદી ભારત પાસેથી જ કરે છે, પરંતુ આ હિંસા બાદ ક્યાંક મોટી અસર થઈ શકે છે. આયાત અને નિકાસ પર પણ મોટી અસર થવાની છે. હિંસાત્મક આંદોલનના કારણે નેપાળના મોટા પ્રોજેક્ટ બંધ થઈ શકે છે, જેમાં મોટા ભાગની ભાગીદાગી ભારતની હોવાનું જણાય છે.
આ પણ વાંચો: નેપાળ બાદ હવે ફ્રાન્સમાં બળવો! હજારો પ્રદર્શનકરીઓ રસ્તા પર ઉતાર્યા, તોડફોડ અને આગચંપી કરી
Gen-Z આંદોલન નેપાળની અર્થવ્યવસ્થા માટે ઘાતક
વેપાર ક્ષેત્ર સાથે પ્રવાસન ઉદ્યોગને પણ મોટી અસર થવાની છે. પ્રવાસન ઉદ્યોગના કારણને નેપાળની અર્થવ્યવસ્થા પર મોટી અસર તો થવાની જ છે, પરંતુ સાથે સાથે ભારતને પણ નુકસાન વેઠવું પડશે. કારણ કે, ભારતમાંથી જે હોટલોનું બુકિંગ કરવામાં આવે છે, તેવા ક્ષેત્રોની સેવા પડી ભાંગશે. ભારત અને નેપાળ વચ્ચે 1750 કિમી લાંબી સરહદ છે, જેમાંથી મોટાભાગની સરહદ ખુલ્લી છે. આવી હિંસાત્કમ સ્થિતિમાં ભારતે પોતાની સરહદોની સુરક્ષા વધારવી પડી શકે છે. જેના કારણે સુરક્ષા મામલે ભારતનો ખર્ચ વધી શકે છે.
પાડોશી દેશોએ ભારતના વેપારી ક્ષેત્રને અસર કરી
ભારતના પાડોશી દેશો ભારતની અર્થવ્યવસ્થા પર અનેક અસર કરી છે. નેપાળ હિંસા કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફગાનિસ્તાનમાં પણ આવી સ્થિતિ નિર્માણ પામી હતી, ત્યારે પણ વેપાર અને પ્રવાસન ક્ષેત્રમાં અસર થઈ હતી. હવે નેપાળમાં Gen-Zએ સોશિયલ મીડિયા અને ભ્રષ્ટાચાર મામલે આંદોલન શરૂ કર્યું છે. આ હિંસા ક્યારે બંધ થશે તે મામલે કોઈ કહી શકાય તેમ છે નહીં.