શું નેપાળમાં ભડકેલી હિંસા કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે? રવિશંકરે આપ્યું મોટું નિવેદન | મુંબઈ સમાચાર
નેશનલ

શું નેપાળમાં ભડકેલી હિંસા કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે? રવિશંકરે આપ્યું મોટું નિવેદન

કાઠમંડુ, નેપાળઃ નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગ્યા બાદ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. આ પ્રદર્શનને હવે હિંસાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ આંદોલનમાં અનેક લોકોના મોત થયાં છે, જેમાં કેટલાક રાજકીય નેતાઓ પણ સામેલ છે. પ્રદર્શનકારીઓએ કેટલાક નેતાઓને રસ્તામાં દોડાવી દોડાવીને માર્યા પણ હતાં. વાસ્તવામાં આ માત્ર સોશિયલ મીડિયા માટે નહીં પરંતુ ભ્રષ્ટાચાર મામલે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. આ દરમિયાન પોલીસે ગોળીબાર કર્યો તેમાં 21 લોકોનું મોત થયું છે, જ્યારે અનેક લોકો ઘાયલ પણ છે.

Gen-Zએ અનેક સરકારી ઇમારાતો ભડકે બાળી

નેપાળમાં લોકોએ જે આંદોલન શરૂ કર્યું છે તેને Gen-Z નામ આપવામાં આવ્યું છે. પ્રદર્શનકારીઓએ નેપાળમાં કેટલાક નેતાઓના ઘર બાળી, સંસદ ભવન, સુપ્રીમ કોર્ટ સહિત અનેક સરકારી ઇમારતોને ભડકે બાળ્યાં છે. આ હિંસા હજી પણ વધારે ઉગ્ર બનશે તેવી આશંકાઓ છે. કારણ કે, આ પ્રદર્શનને રાજકીય સપોર્ટ મળી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. નેપાળની સ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર બની ગઈ છે.

આ પણ વાંચો: નેપાળમાં ફસાયેલા ભારતીયોની કેવી છે હાલત તે આ યુવતીના વીડિયો પરથી સમજી જશો

નેપાળમાં અનેક લોકો મારા ભક્ત છેઃ રવિશંકર

આ સમગ્ર અંગે હવે ભારતના પ્રખ્યાત આધ્યાત્મિક ગુરૂ રવિશંકરે મહત્વનું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા રવિશંકરે કહ્યું કે, નેપાળમાં જે હિંસા ભડકી છે તે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોઈ શકે છે. વધુમાં કહ્યું કે, ‘નેપાળમાં અનેક લોકો મારા ભક્ત છે, હું સતત તેમના સંપર્કમાં રહું છું, યુવાનોમાં હતાશા સતત વધી રહી છે. જ્યારે પણ આવા આંદોલનો થયા છે, ત્યારે તેમાં અસામાજિક તત્વો મળી જતા હોય છે. આ કોઈ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર પણ હોઈ શકે છે’.

સંઘને 100 વર્ષ થયાં તેના કારણે હું ખુશ છુંઃ રવિશંકર

આધ્યાત્મિક ગુરૂ રવિશંકર અત્યારે નાગપુરમાં હોવાનું જાણવા મળ્યું છે. એરપોર્ટ પર તેમણે ખેડૂતો અંગે પણ ખાસ વાત કરી હતી. ફરી એકવાર તેઓ પદયાત્રા કરશે તેવી તેમણે ઇચ્છા વ્યક્ત કર્યો હતો. આ સાથે સાથે આરએસએસ અને ઉપરાષ્ટ્રપતિ અંગે પણ વાત કરી હતી. આધ્યાત્મિક ગુરૂ રવિશંકરે કહ્યું કે, હું ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનને ખૂબ ખૂબ અભિનંદન આપું છં. સંઘને પણ 100 વર્ષ થઈ ગયાં છે, તેના કારણે હું ખૂબ જ આનંદીત છું. આજે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનો જન્મ દિવસ છે તો તેમને પણ આધ્યાત્મિક ગુરૂ રવિશંકરે શુભેચ્છાઓ પાઠવી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button