ટોપ ન્યૂઝનેશનલ

NEET EXAM: ગ્રેસ માર્કસ રદ, 1563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ, જાણો SCએ શું કહ્યું

નવી દિલ્હી: National Eligibility cum Entrance Test (NEET) પરીક્ષાના પરિણામ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં સુનાવણી ચાલી રહી છે. NEET પરીક્ષામાં ગેરરીતી અંગે દાખલ કરાયેલી ત્રણ અરજીઓ પર સુનાવણી ચાલી રહી છે. NTA એ NEET માં ગ્રેસ માર્ક્સ(Grace Marks) ધરાવતા વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાનો વિકલ્પ આપ્યો છે. આ રીતે હવે 1563 વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડશે. વિદ્યાર્થીઓનું સ્કોર કાર્ડ રદ કરવામાં આવ્યું છે. પરીક્ષા 23 જૂને ફરીથી લેવામાં આવશે અને 30 જૂન સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.

બીજી તરફ સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કાઉન્સેલિંગ ચાલુ રહેશે, અમે તેને રોકી રહ્યા નથી. પરીક્ષા સંપૂર્ણપણે રદ કરવી એ યોગ્ય અભિગમ નથી.

Read more: બોલો, ‘NEET’ના કોચિંગ માટે લાતુરમાં છે હજાર કરોડનું માર્કેટ

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે દરેક વિદ્યાર્થી ફરીથી પરીક્ષા માટે અરજી કરી શકશે નહીં. જે વિદ્યાર્થીઓનો સમય ઓછો થયો છે તે જ વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષામાં બેસી શકશે. એડવોકેટ જે સાઈ દીપકે કહ્યું કે 1563 વિદ્યાર્થીઓએ સમય ન મળવાને કારણે કોર્ટનો સંપર્ક કર્યો હતો. પરંતુ જેઓ કોર્ટમાં ન આવ્યા તેનું શું? જેના પર કોર્ટે કહ્યું કે શું તે વિદ્યાર્થીઓ અહીં છે અથવા તમે અન્ય માટે બ્રિફ્સ આપી રહ્યા છો?

નોંધનીય છે કે અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે ગ્રેસ માર્કસ આપવામાં ગેરરીતિ થઈ છે, તેથી પરીક્ષા રદ કરીને ફરીથી લેવામાં આવે. ગ્રેસ માર્કિંગ અંગે NTAએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે જે 1563 વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા છે તેમને ફરીથી પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. જે વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપવા માંગતા નથી તેમને તેમના મૂળ માર્ક્સ ગ્રેસ માર્કસ વિના આપવામાં આવશે.

Read more: NEET Scam: Gujaratની વિદ્યાર્થિની બારમામાં નાપાસ, પણ NEETમાં 705 માર્ક્સ

આ વર્ષે NEET પરીક્ષામાં સૌથી વધુ 67 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓએ 720માંથી 720 માર્કસ મેળવ્યા છે. અત્યાર સુધી આટલા વિદ્યાર્થીઓ ક્યારેય NEET માં એક સાથે ટોપ કર્યું નથી. વર્ષ 2021માં 3 વિદ્યાર્થીઓએ એકસાથે ટોપ કર્યું હતું. સામાન્ય રીતે એકસાથે માત્ર 2 કે 3 વિદ્યાર્થીઓ ટોપ કરે છે. પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે, જેમાં આટલી મોટી સંખ્યામાં ટોપર્સ છે. જો કે, NTAએ દલીલ કરી છે કે આ વર્ષે પ્રશ્નપત્ર સરળ હતું અને વધુ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. આ કારણોસર વધુ વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો