નેશનલ

NEET irregularity: ‘જો 0.001% પણ ચૂક રહી ગઈ હોય તો..’ સુપ્રીમ કોર્ટ ફરી NTAને ફટકાર લગાવી

નવી દિલ્હી: નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (અંડરગ્રેજ્યુએટ) (NEET UG)માં કથિત ગેરરીતી મામલે વિદ્યાર્થીઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, બીજી તરફ સુપ્રીમ કોર્ટ(Supreme court)એ નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA)ને વધુ એક વાર ફટકાર લગાવી છે, કોર્ટે કહ્યું કે જો પરીક્ષાના આયોજનમાં કોઈ ભૂલ થઈ હોય તો તેને સ્વીકારવી જોઈએ, આમાં પણ સુધારાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટમાં અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એસવીએન ભાટીની વેકેશન બેન્ચે સ્વીકાર્યું કે કેટલીક અનિયમિતતા દેખાઈ રહી છે. કેન્દ્ર અને NTAને ઠપકો આપતાં તેમણે કહ્યું કે લાખો બાળકોએ ખૂબ મહેનત કરી છે, અમે તેને અવગણી શકીએ નહીં.

આ કેસની અન્ય અરજીઓ સાથે 8મી જુલાઈએ વધુ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે NTAને 8 જુલાઈના રોજ તૈયાર થવા માટે કહ્યું હતું. આ સાથે નવી અરજીઓ પર કેન્દ્ર અને NTAને પણ નોટિસ આપવામાં આવી છે અને બે સપ્તાહમાં જવાબ માંગવામાં આવ્યો છે.

સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવતા NTAને ચેતવણી આપી અને કહ્યું કે જો કોઈની તરફથી 0.001% બેદરકારી પણ થઇ હોય તો પણ તેની સામે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. બાળકોએ પરીક્ષાની તૈયારી કરી છે અમે તેમની મહેનતને અવગણી શકીએ નહીં.

કોર્ટે કહ્યું કે “કલ્પના કરો કે જે વ્યક્તિએ સિસ્ટમ સાથે છેતરપિંડી કરી છે તે ડૉક્ટર બને છે, તે સમાજ માટે વધુ નુકસાનકારક થઇ શકે છે. બાળકો NEET દ્વારા પ્રવેશ મેળવવા માટે સખત અભ્યાસ કરે છે.”

સુપ્રીમ કોર્ટે NTAને વિદ્યાર્થીઓની ફરિયાદોની અવગણના ન કરવા પણ કહ્યું હતું. જો ખરેખર પરીક્ષામાં કોઈ ભૂલ થઈ હોય તો તેને સમયસર સુધારવી જોઈએ.

NEET UG, 2024 ના કથિત પેપર લીકની CBI તપાસની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી. કોર્ટે NTAને બે અઠવાડિયામાં તેનો જવાબ દાખલ કરવા જણાવ્યું હતું અને આ મામલાની વિચારણા માટે 8 જુલાઈની તારીખ નક્કી કરી હતી.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…