
નવી દિલ્હીઃ ભાલાફેંક (javelin throw)ના વિશ્વવિજેતા નીરજ ચોપડા (NEERAJ chopra)એ 89-પ્લસ મીટરની પોતાની મર્યાદા પાર કરીને પહેલી જ વખત ભાલો 90 મીટર દૂર ફેંક્યો એ અપ્રતિમ સિદ્ધિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (pm NARENDRA MODI)એ ખૂબ બિરદાવી છે અને સોશિયલ મીડિયામાં નીરજને અભિનંદન આપતી પોસ્ટમાં લખ્યું છે કે તમારી આ સિદ્ધિથી આખો દેશ ખુશ છે અને તમારા પર ગર્વ અનુભવે છે.’
નીરજને તાજેતરમાં જ ભારતીય લશ્કરમાં નાયબ સુબેદારમાંથી લેફ્ટનન્ટ કર્નલની બઢતી આપવામાં આવી છે. નીરજ 90.00 મીટરનું વિઘ્ન પાર કરવા ઘણા વર્ષોથી મહેનત કરી રહ્યો હતો. તેની સમર્પિતતા, શિસ્તની ભાવના અને પૅશનને પીએમ મોદીએ બિરદાવી હતી. ઑલિમ્પિક્સના બે મોટા મેડલ (ટોકયોમાં ગોલ્ડ અને પૅરિસમાં સિલ્વર) જીતી ચૂકેલા નીરજે દોહામાં શુક્રવારે ડાયમંડ લીગ મીટિંગ સિરીઝ નામની સ્પર્ધામાં ભાલો 90.23 મીટર દૂર ફેંકીને બીજું સ્થાન મેળવ્યું હતું.
જર્મનીનો જુલિયન વેબર 91-પ્લસના અંતર સાથે પ્રથમ આવ્યો હતો. ચેક રિપબ્લિકનો યૅન ઝેલેન્ઝી 98-પ્લસ મીટરના અંતર સાથે વિશ્વ વિજેતા છે. વડા પ્રધાન મોદીએ પોસ્ટમાં નીરજને અભિનંદન આપતા જણાવ્યું હતું કે ભાલાફેંકની રમતમાં તમારી સતતપણે જે સમર્પિતતા રહી છે એનું આ ફળ છે. આખો દેશ ખુશ છે અને તમારા પર ગર્વ અનુભવી રહ્યો છે.’
આપણ વાંચો : નીરજ અને હિમાની: બન્ને હરિયાણાના, પણ પહેલી મુલાકાત થયેલી અમેરિકામાં!