ટોપ ન્યૂઝનેશનલ

AIADMKના સમર્થનથી રાજ્યસભામાં NDAની તાકાત વધી, જાણો રાજ્યસભાનું નવું ગણિત

નવી દિલ્હી: તમિલનાડુ અને પુડુચેરીમાં પકડ ધરાવતી ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)એ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ(NDA)માં જોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો, આ સાથે જ રાજ્યસભાના ગણિતમાં ફેરફાર થયો છે. ગૃહમાં NDAની તાકાત વધી છે. હવે ગઠબંધને રાજ્યસભામાં નામાંકિત સભ્યો વિના બહુમતીનો આંકડાઓ પાર કરી લીધો છે.

ભાજપ અને AIADMKના આ ગઠબંધનથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર થયો છે. ચાર AIADMK સાંસદોના સમર્થનથી NDA ની તાકાત વધુ વધી છે, જ્યારે વિપક્ષની સ્થિતિ નબળી પડી છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે NDA સરકારે રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કર્યું ત્યારે AIADMK એ બિલની વિરુદ્ધ મતદાન કર્યું હતું.

રાજ્યસભાનું ગણિત:

હાલમાં રાજ્યસભામાં કુલ 236 સભ્યો છે, જેમાંથી નવ બેઠકો ખાલી છે. રાજ્યસભામાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન NDA પાસે 119 સભ્યો છે, જેમાં હરિયાણાના અપક્ષ સાંસદ કાર્તિકેય શર્માનો પણ સમાવેશ થાય છે, જેમણે ભાજપના સમર્થનથી ચૂંટણી જીતી હતી. હવે, ચાર AIADMK સાંસદોનું સમર્થન મળવાથી સંખ્યા વધીને 123 થશે. હવે જ્યારે, જ્યારે ગૃહ પૂર્ણ સભ્ય સંખ્યા એટલે કે 245 સુધી પહોંચે છે, ત્યારે પણ NDA પાસે બહુમતી રહેશે.

NDA પાસે છ નામાંકિત સભ્યોનું સમર્થન પણ છે, જેનાથી NDA પાસે સભ્યપદ 129 થઈ જાય છે. નોંધનીય છે કે સામાન્ય રીતે તમામ નામાંકિત સભ્યો તેમને ગૃહમાં મોકલનાર પક્ષની તરફેણમાં મતદાન કરે છે. હજુ ખાલી બેઠકો ભરાયા બાદ, આ સંખ્યા 134 કે તેથી વધુ સુધી પહોંચી શકે છે.

રાજ્યસભામાં ખાલી પડેલી નવ બેઠકોમાંથી, ચાર કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા નામાંકિત સભ્યો માટે હશે, ચાર જમ્મુ અને કાશ્મીરમાંથી અને એક આંધ્રપ્રદેશમાંથી હશે, જ્યાં NDA સાથી TDP સત્તામાં છે.

આપણ વાંચો:  અખિલેશ યાદવને વળી આ શું સૂઝયું બે વર્ષ પહેલાના ગુજરાત બોર્ડના પરિણામોની વાત અખિલેશ યાદવે હવે કેમ કરી?

રાજ્યસભામાં NDAના સભ્યો:

રાજ્યસભામાં ભાજપના 98 સભ્યો છે, જેમાં બે નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે. જ્યારે NDA ના સાથી પક્ષોનામાં JD(U) ના 4, NCP ના 3, TDP ના 2 અને શિવસેના, AGP, PMK, RLD, RLM, તમિલ મનીલા કોંગ્રેસ (મૂપનાર), NPP, JD(S), RPI (આઠવલે), UPPL અને MNF ના એક-એક સભ્યોનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button