આવતી કાલે NDA ઉપરાષ્ટ્રપતિ ઉમેદવારનું નામ જાહેર કરશે! બીજેપી શાસિત રાજ્યોના CM હાજર રહેવા સૂચના

નવી દિલ્લીઃ જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યાં બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હજી સુધી ઉપરાષ્ટ્રપતિ માટે એનડી દ્વારા આ પદ માટે કોઈ ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.તો પ્રશ્ન એ છે કે, એનડીએ ગઠબંધન કોને ઉપરાષ્ટ્રપતિના પદ માટે ઉમેદવાર જાહેર કરશે? આ લિસ્ટમાં અનેક દિગ્ગજ નેતાઓના નામ ચર્ચાઈ રહ્યાં છે.
પરંતુ સત્તાવાર રીતે કોઈ નામ જાહેરાત કરવામાં આવી નથી. આવતી કાલે બીજેપી સાંસદીય બોર્ડની એક મહત્વની બેઠક મળવાની છે. આ બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની પસંદગી થઈ શકે છે.
આપણ વાંચો: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે રાજકીય ‘જંગ’ શરૂઃ બંને પક્ષોએ કવાયત હાથ ધરી, લાભ કોને થશે?
NDAએ PM નરેન્દ્ર મોદી અને જેપી નડ્ડાને જવાબદારી આપી
ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારના નામ માટે ભારતીય જનતા પાર્ટીમાં ઘણાં સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ કોઈ નિષ્કર્ષ નીકળ્યું નથી. કારણ.. કારણ કે, બીજેપીએ કેન્દ્રમાં એનડીએ ગઠબંધન સાથે સરકાર બનાવી છે. જેથી એનડીએને સાથે રાખીને આ પદ માટે ઉમેદવારની પસંદગી કરવાની છે.ગઈ કાલે પણ બીજેપીન રાષ્ટ્રીય અધ્યક્ષના ઘરે બેઠક મળી હતી.
જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અને રક્ષા પ્રધાન અને બીજા પણ વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતા.સૂત્રો દ્વારા એવી જાણકારી મળી છે કે, એનડીએએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને ઉમેદવાર પસંદહી કરવા માટે જવાબદારી આપી છે. જો કે, ગઠબંધનને ધ્યાને રાખીને જ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તે પણ નક્કી જ છે.
આપણ વાંચો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપરાષ્ટ્રપતિપદના પ્રબળ દાવેદાર, જાણો બીજા કોણ કોણ છે રેસમાં
ગઈ કાલે મળેળી બેઠકમાં કેટલાક નામો નક્કી થયાઃ સૂત્રો
જેપી નડ્ડાના ઘરે મળેળી બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી અંગે ઘણી લાંબી ચર્ચાઓ ચાલી હતી.જેમાં કેટલાક નામો નક્કી થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ નામો પર એેનડીએ સહમત હોવાનું પણ જાણવા મળ્યું છે.
આ પદ માટે અત્યારે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે સાથે આરએસએસ વિચારક અને બીજેપીના વરિષ્ઠ નેતા શેષાદ્રી સાથે સાથે કેટલાક પૂર્વ રાજ્યપાલોનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.જો કે, કોઈ નામ પર હજી મોહર લાગી નથી. આગામી 20મી ઓગસ્ટે આ નામની જાહેરાત થઈ શકે છે.