નેશનલ

એનસીપી અજિત પવારનું: ચૂંટણી પંચ

નવી દિલ્હી : ચૂંટણી પંચે મંગળવારે જાહેર કર્યું હતું કે અજિત પવારનું જૂથ સાચી નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી) છે . આ જાહેરાતને લીધે અજિત પવારના જૂથની તેના કાકા અને પક્ષના સંસ્થાપક શરદ પવાર સાથે ચાલતી કાનૂની લડાઈ અંગે મહિનાઓથી ચાલતી અટકળોનો અંત આવ્યો હતો. ચૂંટણી પંચે તેના હુકમમાં એનસીપીની નિશાની ‘વોલ ક્લોક’ એટલે કે ‘દીવાલ પરની ઘડિયાળ’ અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથને આપી હતી. પંચે કહ્યું હતું કે આવી અરજીને ટકાવી રાખવાની અનેક કસોટી બાદ ઉક્ત નિર્ણય લેવાયો છે. આમાં પક્ષના બંધારણનો હેતુ અને ઉદ્ેશ અને સંસ્થાકીય અને ધારાસભાની બહુમતીની કસોટીનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શરદ પવારના જૂથને તેમના રાજકીય પક્ષના નામનો દાવો કરવા એક વખતનો વિકલ્પ આપ્યોે છે અને આમાં બુધવાર બપોર સુધી ત્રણ નામનો અગ્રતાક્રમ આપવો પડશે.

અજિત પવારના નેતૃત્વ હેઠળનું
જૂથ ગયા જુલાઈમાં એનસીપીના મોટા ભાગના વિધાનસભ્યોને લઈને મૂળ પક્ષથી છુટ્ટું પડ્યું હતું. આ જૂથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની ભાજપ અને શિવસેના સરકારને ટેકો આપ્યો હતો. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button