મુંબઇ: નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ વાયાકોમ ૧૮ની કોર્પોરેટ રિસ્ટ્રકચરિંગ યોજનાને કંપનીઝ એક્ટ, ૨૦૧૩ને અનુસરીને કમ્પોઝિટ સ્કીમ ઓફ એરેન્જમેન્ટ અંતર્ગત લીલી ઝંડી દાખવી છે. આ કોર્પોરેટ પુનર્ગઠનમાં વાયાકોમ ૧૮, ડિજીટલ ૧૮ મિડિયા પ્રાઇવેટ લિમિટેડ અને સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમટેડનો સમાવેશ છે.
ઇન્ડિયન મોશન પિકચર્સ પ્રોડ્યુસર્સ એસોસિયેશન (ઇમ્પા)એ જણાવ્યું છે કે આ માહિતી વાયાકોમ ૧૮ તરફથી પ્રાપ્ત સત્તાવાર સંદેશ મારફત મળી છે. ઉપરોક્ત રિસ્ટ્રકચરિંગ સ્કીમની શરત અનુસાર હાલ વાયાકોમ ૧૮ જે મિડિયા ઓપેરશન્સનું સંચાલન જીઓ સિનેમા ઉપક્રમ સાથે કરે છે, તે સ્ટાર ઇન્ડિયાને હસ્તાંતરિત કરીને સોંપી દેવામાં આવશે. આ ફેરફારથી ઉપરોક્ત સ્કીમ જ્યારે અમલી બની જશે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રત્યક્ષ રીતે અને વાયાકોમ ૧૮માં રહેલા તેના હિસ્સાને આધારે સ્ટાર ઇન્ડિયા પર નિયંત્રણ મેળવી લેશે.
Also Read – માર્કેટમાં 6 કંપનીના આઈપીઓ આવી રહ્યા છે, નવા રોકાણ માટે થઈ જાઓ તૈયાર
આ હસ્તાંતરણને ધ્યાનમાં લેતા વાયાકોમ ૧૮ના મિડિયા ઓપરેશન્સ અને જિઓ સિનેમા અંડરટેકિંગ હેઠળના તમામ વર્તમાન સહમતી પત્રો, પરચેઝ ઓર્ડર અને બાધ્ય કરારો રિસ્ટકચરિંગ સ્કીમ કાર્યાન્વિત થતાં આપોઆપ સ્ટાર ઇન્ડિયાને સુપરત થઇ જશે. આ ફેરફારથી કથિત એગ્રીમેન્ટ અને સંબંધિત વ્યાપારીs જવાબદારીઓ અકબંધ રહેશે, એમ ઇમ્પાએ તેનાસભ્યોને પાઠવેલા સંદેશમાં જણાવ્યું છે.