ALH ધ્રુવ હેલિકોપ્ટરમાં મેન્યુફેક્ચરિંગ ડીફેક્ટ! નેવી અને કોસ્ટ ગાર્ડનો કાફલો પરત ખેંચાયો

નવી દિલ્હી: ભારત સરકારની માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(HAL) દ્વારા ડિઝાઇન અને ડેવલોપ કરવામાં આવેલા એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH) ધ્રુવમાં મેન્યુફેક્ચરિંગ ડીફેકટની જાણ થઇ છે. ઇન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડના ધ્રુવ હેલિકોપ્ટરના કાફકલાને પરત લેવામાં આવ્યા છે. એક મહત્વપૂર્ણ કોમ્પોનન્ટને અપગ્રેડ કર્યા બાદ ધ્રુવ હેલિકોપ્ટરના કાફલાને સેવામાં પરત મોકલવામાં આવશે.
એક અખબારી અહેવાલ મુજબ તબક્કા વાર ધ્રુવ હેલિકોપ્ટરમાં આ સુધારો કરવામાં આવશે. લગભગ છ મહિનામાં તમામ હેલિકોપ્ટરો નેવી અને કોસ્ટગાર્ડને પાછા સોંપવામાં આવશે.
આ પણ વાંચો: અન્ય હેલિકોપ્ટર બાદ હવે “ધ્રુવ”ની પણ ઉડાન પર રોક; શા માટે સેના લઈ રહી છે આવા નિર્ણય?
તપાસ સમિતિના સૂચનો:
5 જાન્યુઆરી, 2025ના રોજ પોરબંદર એર એન્ક્લેવ ખાતે ટ્રેનીંગ ફ્લાઈટ દરમિયાન કોસ્ટ ગાર્ડ સ્ક્વોડ્રનનું ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં બે પાઇલટ અને એક એરક્રૂ ડાઇવરના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાની તપાસ માટે બનેલી સમિતિએ સૂચવ્યું કે હેલિકોપ્ટરના નોન-રોટેટિંગ સ્વેશપ્લેટ બેરિંગ (NRSB)ની ઉત્પાદન પ્રક્રિયામાં સુધારો કરવાનું સુચન આપ્યું હતું, જેથી તેની ફટીગ લાઈફ સુધારો થઇ શકે.
NRSBએ ફ્લાઇટ-કંટ્રોલ ઇનપુટ્સને મેઈન રોટર બ્લેડમાં સુધી પહોંચાડતું કોમ્પોનન્ટ છે. નેવી અને કોસ્ટ ગાર્ડના તમામ ધ્રુવ હેલિકોપ્ટરમાં આ કોમ્પોનન્ટ બદલવામાં આવશે.
IAF અને આર્મીના હેલિકોપ્ટરમાં સુધારો કેમ નહીં?
સમિતિએ ખાસ કરીને નેવી અને કોસ્ટ ગાર્ડના સ્ક્વોડ્રનના હેલિકોપ્ટરમાં સુધારા સૂચવ્યા છે, કેમ કે આ હેલિકોપ્ટર દરિયાના પાણીના ખારાસ વળવા વાતાવરણ અને ડેક લેન્ડિંગના મિકેનીકલ સ્ટ્રેઈનની પરિસ્થિતિઓ માંથી પસાર થાય છે.
પોરબંદરમાં ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ICG, નેવી, આર્મી અને IAF ના તમામ ALH ધ્રુવ હેલિકોપ્ટરને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા હતા. તપાસ સમિતિને જાણવા મળ્યું કે NRSB માં ફ્રેક્ચરને કારણે પોરબંદરની દુર્ઘટના બની હતી. સમિતિએ જણાવ્યું જે આર્મી અને IAF ના ધ્રુવ હેલિકોપ્ટરને આ બાબત અસર કરતી નથી, માટે ધ્રુવ હેલિકોપ્ટરરે ફ્લાઈટ ઓપરેશન શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો: IAFની સારંગ હેલિકોપ્ટર ટીમે કમાલ કરી સિંગાપોર એર શૉમાં
હેલિકોપ્ટરની સલામતી અંગે પ્રશ્નો:
ધ્રુવ 5.5 ટનનું, ટ્વીન-એન્જિન, મલ્ટી-મિશન હેલિકોપ્ટર છે, જૂન 2024 સુધીમાં ધ્રુવના 345 યુનિટનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. વર્ષ 2023 બાદ ચાર ધ્રુવ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઇ ચુક્યા છે, જેને કારને હેલિકોપ્ટરની સલામતી અંગે પ્રશ્નો ઉઠ્યા હતાં. હવે નેવી અને કોસ્ટ ગાર્ડના ધ્રુવ હેલિકોપ્ટરોને અપગ્રેડ કરવામાં આવશે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)દ્વારા NRSB બદલવા અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.



