નેશનલ

શું BJD ભાજપનું સમર્થન કરશે?, જાણો નવીન પટનાયકે શું જવાબ આપ્યો

ઓડિશામાં લોકસભાની 21 સંસદીય બેઠકો અને 147 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. ચાર તબક્કાની આ ચૂંટણીના ત્રણ તબક્કા માટે મતદાન થયું છે. 1 જૂને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. આ તબક્કામાં ચાર લોકસભા અને 42 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે, જેને માટે રાજ્યભરમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં જનસભાઓ યોજી રહ્યા છે અને સીએમ નવીન પટનાયક પર પ્રહારો કરી રહ્યા છે.

એવા સમયે એવો સવાલ થવો સામાન્ય છે કે શું નવીન પટનાયકનું બીજુ જનતા દળ (બીજેડી) હજુ પણ ભાજપના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ)ને સમર્થન આપશે? તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં નવીન પટનાયકે આ સવાલનો જવાબ આપ્યો છે.

Read More: છેલ્લા પાંચ વર્ષમાં સાંસદો થયા માલામાલ, ફરીથી ચૂંટણી લડી રહેલા સાંસદોની સંપતિમાં આટલો વધારો

બીજેડી પ્રમુખ નવીન પટનાયકનુંને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે તેમની પાર્ટીએ મુદ્દાના આધારે એનડીએને ઘણી વખત સમર્થન આપ્યું છે. શું બીજેડી ભવિષ્યમાં પણ જરૂર પડ્યે એનડીએને સમર્થન આપશે? આના જવાબમાં તેમણે કહ્યું હતું કે જ્યારે સમર્થનની જરૂર પડશે ત્યારે અમે અમારી યોગ્ય સ્થિતિનું મૂલ્યાંકન કરીશું અને પછી નિર્ણય કરીશું.

પીએમ મોદી દ્વારા તેમના ખરાબ સ્વાસ્થ્ય વિશે ચિંતા વ્યક્ત કરવાના અને એક વિશેષ સમિતિ બનાવવાના નિવેદન પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીને મારી એટલી બધી ચિંતા હોય તો તેઓ મને એક ફોન કરી શકે છે.

બુધવારે ઓડિશામાં એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘નવીનબાબુના શુભચિંતકો ખૂબ ચિંતિત છે. છેલ્લા એક વર્ષમાં તેમની તબિયત ઘણી કથળી ગઇ છે.

Read More: Lok Sabha Election: અંતિમ તબક્કામાં 57 બેઠક પર ૨૯૯ ઉમેદવાર કરોડપતિ

ઓડિશાના લોકોને એ જાણવાનો અધિકાર છે કે છેલ્લા એક વર્ષમાં તેમની તબિયત કેમ આટલી બધી કથળી ગઇ? નવીનબાબુના નામે પડદા પાછળ સત્તા ભોગવનાર લોકોનું શું આની પાછળ કોઇ ષડયંત્ર છે? 10 જૂન પછી ઓડિશામાં ભાજપની સરકાર બનતાની સાથે જ એક ખાસ કમિટી બનાવવામાં આવશે જે તપાસ કરશે કે નવીન બાબુની તબિયત અચાનક કેમ બગડી રહી છે.’

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત