નેશનલ

જમ્મુ-જોધપુર ટ્રેનમાં બોમ્બની ધમકીના કોલથી ખળભળાટ, શોધ ચાલુ

લુધિયાણાઃ જમ્મુથી રાજસ્થાનના જોધપુર જતી એક એક્સપ્રેસ ટ્રેનમાં બૉમ્બ હોવાની ધમકી મળતા ટ્રેનને જાબના ફિરોઝપુરના કાસુ બેગુ સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અને હાલમાં ટ્રેનો અને આસપાસના વિસ્તારની સઘન તપાસ કરી રહ્યા છે.

એએનઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પંજાબ પોલીસની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ત્રણ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ઉપરાંત ડોગ સ્ક્વોડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તેઓ તપાસ કરી રહ્યા છે. આ દરમિયાન ટ્રેનમાંથી પ્રવાસીઓને નીચે ઉતારી દેવામાં આવ્યા છે.

ફિરોઝપુરના SSP સૌમ્યા મિશ્રાએ જણાવ્યું હતું કે, “ફિરોઝપુર પોલીસને માહિતી મળી હતી કે કાસુ બેગુ રેલવે સ્ટેશન પર એક ટ્રેન રોકાઈ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. પંજાબ પોલીસની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ત્રણ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ડોગ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે…”

ટ્રેનમાં બૉમ્બ હોવાની માહિતી મળતા પ્રવાસીઓમાં પણ ગભરાટ ફેલાયો છે. હાલમાં કાસુ બેગુ સ્ટેશન પર અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો… દુનિયાની ટોપ 50 બેસ્ટ ડિશમાં આટલામાં નંબર પર છે ઈન્ડિયન ડિશ, નામ સાંભળશો તો… ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં?