નેશનલ

જમ્મુ કાશ્મીર આજે હાઇ એલર્ટ પર, અમરનાથ યાત્રા સ્થગિત, જાણો કારણ

આજથી 5 વર્ષ પહેલા 5 ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. કલમ 370 હટાવવાની 5મી વર્ષગાંઠ પર જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. ગયા વર્ષે પણ સુરક્ષાના દૃષ્ટિકોણથી આ પગલું લેવામાં આવ્યું હતું અને જમ્મુથી અમરનાથ ગુફામાં શ્રદ્ધાળુઓને મોકલવામાં આવ્યા ન હતા.

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાની પાંચમી વર્ષગાંઠ પર સાવચેતીના પગલા તરીકે અમરનાથ યાત્રીઓના કોઈ નવા જથ્થાને જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવી નથી, એવી અધિકારીઓએ માહિતી આપી હતી. આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂને શરૂ થઈ હતી અને 19 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં 3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત બાબા બર્ફાનીના પવિત્ર ગુફા મંદિરની અત્યાર સુધીમાં 4.90 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી છે.

દરમિયાન ભારતીય જનતા પાર્ટી આજે બપોરે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાની 5મી વર્ષગાંઠની ઉજવણી કરશે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના નેતા કવિન્દર ગુપ્તાએ કલમ 370 નાબૂદ કરવાના 5 વર્ષ પૂરા થવા પર કહ્યું હતું કે, “મને લાગે છે કે જમ્મુ-કાશ્મીરમાં નવી ક્રાંતિ આવી છે. જે રીતે 5 વર્ષ પહેલા અહીં બંધના નારા લાગતા હતા. બધું બંધ થઇ જતું હતું. પહેલા… દેશ વિરોધી નારા લગાવવામાં આવતા હતા, ત્યાં હવે વિકાસની વાત થાય છે. જે રીતે જમ્મુ-કાશ્મીરમાં મેડિકલ કોલેજો, કેન્દ્રીય યુનિવર્સિટીઓ, એઈમ્સ, રિંગ રોડ, એક્સપ્રેસ હાઈવે બની રહ્યા છે. એક નવું જમ્મુ અને કાશ્મીર બનાવવામાં આવી રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button