નેશનલ

ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસો જેણે ખોલી પ્રશાસનની પોલ…

લખનઊઃ ઉત્તર પ્રદેશના ઝાંસી મેડિકલ કૉલેજમાં લાગેલી આગની ઘટનાએ 12 બાળકોના જીવ લઇ લીધા છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. હવે આ મામલે સૌથી મોટી બેદરકારી સામે આવી છે. ઝાંસીની હોસ્પિટલમાં આગના મામલામાં હવે મોટી ભૂલ સામે આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝાંસી મેડિકલ કોલેજમાં જે મલ્ટિપર્પઝ અગ્નિશામક ઉપકરણ (ફાયર એક્સ્ટિંગ્યુશર)થી આગ બુઝાવવામાં આવી રહી હતી, તેનો ઉપયોગ આઈસીયુ વોર્ડમાં થવો જોઈએ નહીં.

આ પણ વાંચો : બંગાળના મુર્શિદાબાદમાં કોમી હિંસા, મકાનો અને દુકાનોમાં તોડફોડ, કલમ 163 લાગુ

મળતી માહિતી અનુસાર ICU અથવા NICU વોર્ડમાં ફક્ત CO2 આધારિત ફાયર એક્સ્ટિંગ્યુશરનો જ ઉપયોગ કરી શકાય છે. SNCU વોર્ડમાં લાગેલી આગ સ્વીચ બોર્ડમાં શોર્ટ-સર્કિટને કારણે લાગી હતી. આ આગ Co2 આધારિત ફાયર એક્સ્ટિંગ્યુશર વડે જ ઓલવી શકાય છે.

આ હૃદયદ્વાવક આગની દુર્ઘટનામાં અત્યાર સુધી 12 શિશુ મૃત્યુ પામ્યા છે. જોકે, હૉસ્પિટલ મેનેજમેન્ટ આ આંકડો સ્વીકારી નથી રહી. તેમના મતે આગમાં 10 બાળકના મૃત્યુ થયા છે.

મળતી માહિતી મુજબ, ઘટના સમયે NICU વોર્ડમાં 6 નર્સો, અન્ય સ્ટાફ અને 2 લેડી ડોક્ટર હાજર હતા. સ્વીચ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થયો હતો, જેના કારણે આગ લાગી હતી. સ્વીચ બોર્ડમાં લાગેલી આગ વોર્ડમાં લગાવેલા મશીનો ઉપરના પ્લાસ્ટિકના કવર સુધી પહોંચી હતી અને પ્લાસ્ટિકના કવરમાંથી આગ નીચે ટપકવા લાગી હતી, ત્યારબાદ તે ઝડપથી વોર્ડમાં ફેલાઈ ગઈ હતી.

હાલમાં તપાસ સમિતિના વિગતવાર અહેવાલની જ રાહ જોવામાં આવી રહી છે. તેમના રિપોર્ટ પરથી જ ખુલાસો થશે કે આ દુર્ઘટના કોની ભૂલથી કે લાપરવાહીથી ઘટી.

આ પણ વાંચો : મણિપુરમાં અનિયંત્રિત સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સમર્થન પાછું ખેંચ્યું

તબીબોએ તપાસ સમિતિને જણાવ્યું હતું કે NICU વોર્ડમાં નવજાત શિશુઓને કારણે પાણીના છંટકાવની વ્યવસ્થા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્વીચ બોર્ડમાં સ્પાર્કના કારણે આગ લાગી હતી. એક નર્સે તેને જાતે ઠીક કરવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસમાં તેને ઈજા પણ થઈ હતી. આ દરમિયાન આગ ઓક્સિજન કોન્સન્ટ્રેટર તરફ ફેલાઈ હતી, ત્યારબાદ નર્સ ચીસો પાડતી બહાર આવી હતી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button