નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધનના 48 વિજેતામાં માત્ર બે હિન્દુ
જમ્મુ: નેશનલ કોન્ફરન્સ (એનસી) અને કોંગ્રેસ ગઠબંધન 48 બેઠકો જીતીને બહુમતીનો આંકડો પાર કરીને જમ્મુ અને કાશ્મીરમાં આગામી સરકાર બનાવવાની તૈયારીમાં છે, ત્યારે એવું જાણવા મળ્યું છે કે તેમના વિજેતામાં માત્ર બે હિન્દુ ચહેરાઓ છે જેઓ પ્રાદેશિક પક્ષની ટિકિટ પર ચૂંટણી જીત્યા છે. ભાગીદારોએ શીખ સમુદાયના કેટલાક સભ્યો સહિત 30 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
જો કે, 29 બેઠકો પર વિજય મેળવનાર ભાજપ પાસે 28 હિંદુઓ અને એક શીખ સભ્ય છે. તેમના બે ભૂતપૂર્વ પ્રધાનો સહિત કોઈપણ મુસ્લિમ ઉમેદવારો જીતવામાં સફળ થયા નથી. નેશનલ કોન્ફરન્સના સુરિન્દર ચૌધરી જાયન્ટ કિલર તરીકે ઉભરી આવ્યા હતા જ્યારે તેમણે જમ્મુ અને કાશ્મીરના ભાજપના ચીફ રવિન્દર રૈનાને રાજૌરી જિલ્લાના નૌશેરા મતવિસ્તારમાંથી 7,819 મતોના માર્જિનથી હરાવ્યા હતા.
આ પણ વાંચો : કાશ્મીરમાં હજારથી પણ ઓછા મતોથી ઉમેદવારની થઈ હાર-જીત, જાણો કોણ છે?
ભૂતપૂર્વ એમએલસી ચૌધરીએ રૈનાના 35,069 મત સામે 27,250 મતો મેળવ્યા હતા.
રૈનાએ 2014ની વિધાનસભા ચૂંટણીમાં ચૌધરીને 10,000 મતોના માર્જિનથી હરાવીને નૌશેરા બેઠક જીતી હતી, જેઓ તે સમયે પીડીપીની ટિકિટ પર લડી રહ્યા હતા.
જો કે, ચૌધરીએ ગયા વર્ષે જુલાઈમાં નેશનલ કોન્ફરન્સમાં જોડાવા માટે પાર્ટી સાથેના તેમના એક વર્ષથી વધુ સમયના જોડાણને સમાપ્ત કરતા પહેલા ભાજપમાં જોડાવા માટે 2022માં પીડીપીમાંથી રાજીનામું આપ્યું હતું. અર્જુન સિંહ રાજુ રામબન વિધાનસભા સીટથી નેશનલ કોન્ફરન્સની ટિકિટ પર ચૂંટણી જીતનાર બીજો હિંદુ ચહેરો છે.
રાજુએ તેમના નજીકના હરીફ અને ભાજપના બળવાખોર ઉમેદવાર સૂરજ સિંહ પરિહારના 19,412 મતો સામે 28,425 મત મેળવ્યા અને 9,013 મતોના માર્જિનથી જીત નોંધાવી. ભાજપના ઉમેદવાર રાકેશ સિંહ ઠાકુર 17,511 મત મેળવીને ત્રીજા ક્રમે રહ્યા હતા.
નેશનલ કોન્ફરન્સે એક મહિલા સહિત નવ હિન્દુ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમાંથી માત્ર બે જ ઉમેદવારો જીતવામાં સફળ થયા હતા.
બીજી તરફ, કોંગ્રેસે 19 હિંદુ અને બે શીખ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમાંથી કોઈ પણ જીત મેળવી શક્યું ન હતું.
બે ભૂતપૂર્વ પ્રધાનો સહિત ભાજપના 25 મુસ્લિમ ઉમેદવારોમાંથી કોઈ પણ ચૂંટણી જીતી શક્યું ન હતું, જેમાંના મોટાભાગના લોકોએ તેમની સિક્યોરિટી ડિપોઝિટ ગુમાવી હતી, ખાસ કરીને કાશ્મીર ખીણમાં.
ભાજપે કુલ 62 ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ જમ્મુ ક્ષેત્રમાં માત્ર 28 હિંદુઓ અને એક શીખ ઉમેદવારે જ જીત મેળવી હતી.