ટોપ ન્યૂઝનેશનલ

નરેન્દ્ર મોદી બન્યા વિશ્વના સૌથી સન્માનિત વડા પ્રધાન, 26 દેશોની તરફથી મળ્યો સર્વોચ્ચ પુરસ્કાર

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં સારી એવી નામના મેળવી લીધી છે. પીએમ મોદીએ એક વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વના 26 થી વધુ દેશો દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા હોય તેવા પહેલા વડા પ્રધાન બન્યા છે. ઘાના અને બ્રાઝિલે તેમને તેમનો સૌથી પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કાર આપીને સન્માનિત કર્યાં છે. ઘાના સરકારે મોદીને ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ થી સન્માનિત કર્યા છે. આ પુરસ્કાર મોદીને તેમની વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા અને ભારત-ઘાના સંબંધોને મજબૂત બનાવવામાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે આપવામાં આવ્યો હતો. પુરસ્કાર પ્રાપ્ત કરતી વખતે પીએમ મોદીએ ઘાનાના લોકો અને ભારતના યુવાનોને સમર્પિત કર્યું અને કહ્યું કે આ સન્માન ભારત અને ઘાના વચ્ચેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે.

મુસ્લિમ દેશોએ પણ પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક આપ્યો

ભારતની વિશ્વ માટે પ્રેરણારૂપ બને તે માટે ભારતના દરેક વ્યક્તિએ વત્તાઓછા અંશે પ્રયત્ન કર્યો છે. જેમાં પીએમ મોદીનું નામ મોખરે લઈ શકાય છે. ઘાના અને બ્રાઝિલે તેમના દેશના સર્વોચ્ચ પુરસ્કારથી પીએમ મોદીનું સન્માન કર્યું છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’ થી સન્માનિત કર્યા હતા. આ સન્માન તેમને ભારત-બ્રાઝિલ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા બદલ આપવામાં આવ્યું હતું. પીએમ મોદીની વિશ્વના એક માત્ર એવા વડા પ્રધાન છે જેમની સૌથી વધારે સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યાં છે. આ યાદીમાં સાઉદી અરેબિયા, યુએઈ, બહરીન, અફઘાનિસ્તાન, પેલેસ્ટાઇન અને કુવૈત જેવા મુસ્લિમ દેશો પણ સામેલ છે.

પીએમ મોદીને મળેલા સર્વોચ્ચ સન્માનની યાદી

અત્યાર સુધીમાં 26 દેશોએ તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પીએમ મોદીને સન્માનિત કર્યા છે. આમાં એશિયા, યુરોપ, આફ્રિકા, ગલ્ફ દેશો, ઓશનિયા અને અમેરિકાના દેશોનો સમાવેશ થાય છે. મોદી 2016 થી દર વર્ષે એક યા બીજા દેશમાંથી આ સન્માન મેળવી રહ્યા છે. વડા પ્રધાન મોદી પોતાને ‘પ્રધાન સેવક’ કહીને દેશના 140 કરોડ લોકોની આકાંક્ષાઓ અને વિકાસના સપનાઓને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જઈ રહ્યા છે. ભારત માટે ખૂબ જ મોટી સિદ્ધિ મનાઈ રહી છે.

આ પણ વાંચો…વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ અને ટોબેગોનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button