નેશનલ

હાથરસ ઘટના મુદ્દે નારાયણ સાકાર હરિએ આપ્યું હવે આવું નિવેદન…

કાસગંજઃ હાથરસ નાસભાગ મામલામાં સુરજપાલ સિંહ ઉર્ફે નારાયણ હરિ સાકાર ઉર્ફે ભોલે બાબાએ વિવાદાસ્પદ નિવેદન આપીને ફરી ચર્ચામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં બીજી જુલાઈના સુરજપાલ ઉર્ફે ભોલે બાબાના સત્સંગ વખતે નાસભાગમાં 123 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે સેંકડો લોકો જખમી થયા હતા.

આ દુર્ઘટનામાં પંદર દિવસ પછી બાબાએ દુખ વ્યક્ત કરીને ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. બાબાએ કાસગંજ આશ્રમ પહોંચ્યા પછી ભક્તો ઉમટી પડ્યા હતા, ત્યારે પોલીસ પ્રશાસન સતર્ક બન્યું હતું.

આ પણ વાંચો: Hethras Stampede: હાથરસ દુર્ઘટના મામલે SITએ 300 પાનાનો રીપોર્ટ સુપરત કર્યો, ભોલે બાબાનો ઉલ્લેખ નહીં

નારાયણ હરિ સાકારે કહ્યું કે આ દુર્ઘટનાથી દુખી છું. પણ હોનીને કોણ ટાળી શકે છે. જે થવાનું હોય તે થઈને રહે છે એનો કોણ રોકી શકે છે, જે આવ્યું છે એ એકના એક દિવસે તો જશે. સુરજપાલ સિંહ ઉર્ફે ભોલે બાબાએ કહ્યું કે અમારા વકીલ અને સાક્ષીઓએ ઝેરી સ્પ્રે અંગે જણાવ્યું. એ સંપૂર્ણ સત્ય છે, જેમાં કોઈના કોઈ ષડયંત્ર હતું. સનાતનને લોકો બદનામ કરવા માટે સક્રિય છે. એસઆઈટી અને ન્યાયતંત્ર પર અમને પૂરો વિશ્વાસ છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને એક દિવસ આ ષડયંત્ર રચનારા લોકોનો પર્દાફાશ કરવામાં આવશે.

સુરજપાલે કહ્યું કે અમે વકીલ એપી સિંહ મારફત સમિતિના સભ્યોને આ ઘટનામાં માર્યા જનારા લોકોના પરિવારજનો અને ઘાયલોને મદદ કરવા વિનંતી કરી હતી. લોકો તેમની ક્ષમતા અનુસાર તેમને મદદ કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ, જ્યારે સુરજપાલે નિવેદન આપ્યું ત્યારે તેમની સાથે તેમના પત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ અગાઉ નારાયણ સાકારના વકીલ એપી સિંહે કહ્યું કે નારાયણ સાકાર હરિ આજે આજે અહીં બહાદુરનગરમાં છે. તેઓ 2013માં આવ્યા હતા અને એના પછી 2023માં એક દિવસ માટે આવ્યા હતા. 2023માં આવીને અહીંના લોકોને બધુ સોંપી દીધું હતું. બધાની ઈચ્છા હતી કે તેઓ અહીં ફરીથી આવે.

આ ઉપરાંત, એપી સિંહે કહ્યું કે નારાયણ સાકાર હરિના આરોગ્યને ધ્યાનમાં રાખીને ભક્તોને અહીં આવવાની મનાઈ છે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અને પ્રશાસનને અહીં સમસ્યા આવે નહીં. અમે દેશભરના ભક્તોને અપીલ કરીએ છીએ કે તેઓ અહીં આવશો નહીં. અહીં દર્શનની કોઈ પણ વ્યવસ્થા નથી, એમ તેમણે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?