Indian Railway: ઓડિશામાં ચાલતી ટ્રેનમાં ફાયરિંગની ઘટના બની છે. ટ્રેન પર અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટના સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો. આરપીએફ અને જીઆરપી મામલાની તપાસ કરી રહ્યા છે. જે ટ્રેન પર ફાયરિંગ કરવામાં આવ્યું તેનો નંબર 12816 છે અને નવી દિલ્હીથી પુરી જતી હતી.
ક્યારે બની ઘટના
મંગળવારે સવારે 9.25 કલાકની આસપાસ કેટલાક ઈસમોએ નંદનકાનન એક્સપ્રેસ પર ફાયરિંગ કર્યુ હતું. ટ્રેન ચરંપા રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ જીઆરપીએ તપાસ શરૂ કરી દીધી છે. ફાયરિંગ ગાર્ડના ડબ્બા તરફથી કરવામાં આવી હતી. ઘટનામાં કોઈ વ્યક્તિ ઘાયલ થયા નથી. પોલીસે ટ્રેન પર ફાયરિંગ કરવાનો હેતું શું હતો તેને લઈ તપાસ શરૂ કરી છે.
આરપીએફ અને જીઆરપીએ આ મામલાને લઈ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. થોડા દિવસો પહેલાં અલગ અલર રેલવે સ્ટેશનો પર બોમ્બની ધમકી મળી હતી. તાજેતરમાં બિહાર સંપર્ક ક્રાંતિ સુપરફાસ્ટ ટ્રેનમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી.જે બાદ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો.
આ પણ વાંચો : આ ટ્રેનને રસ્તો આપવા માટે રાજધાની અને શતાબ્દી પણ રોકાઇ જાય છે, જાણો એના વિશે
ઉત્તરપ્રદેશના ગોંડામાં ટ્રેન નંબર 12565 બિહાર સંપર્ક ક્રાંતિ સુપરફાસ્ટ ટ્રેનમાં પણ બોમ્બ હોવાની સૂચના મળતાં ખળભળાટ મચી ગયો હતો અને આરપીએફ તથા જીઆરપી પોલીસની ટીમે ડૉગ સ્કવોડ સાથે ટ્રેનમાં એલર્ટનેસ સાથે ચેકિંગ કર્યું હતું. જોકે કંઈ ન મળ્યું નહોતું અને ટ્રેન દોઢ કલાક બાદ રવાના થઈ હતી.
આ પહેલાં મહારાષ્ટ્રમાં પણ બોમ્બની ધમકીનો મામલો સામે આવ્યો હતો. આરોપી નાગપુરથી પકડાયો હતો. આ આરોપીએ દેશભરમાં વિમાનોમાં બોમ્બ હોવાની અફવા ફેલાવી સનસનાટી મચાવી હતી અને કેન્દ્રીય મંત્રી સહિત દેશભરની વિમાન કંપનીને ઈમેલ મોકલ્યો હતો. આરોપીની ઓળખ જગદીશ ઉઈકે તરીકે થઈ હતી.