રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને આ નણંદ-ભાભી બાખડ્યા
અયોધ્યાઃ અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીના રોજ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવવામાં આવશે. દેશભરના સાધુ, મહાત્માઓ અને જે તે ક્ષેત્રની જાણીતી હસ્તીઓને આ મહોત્સવ માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેઓને આ આમંત્રણ મળ્યું છે, તેઓ ગર્વથી લોકોને આ આમંત્રણ બતાવી રહ્યા છે. દેશના બધા લોકો રામ મંદિરના અભિષેકની રાહ જોઇ રહ્યા છે. વિરોધ પક્ષના તમામ અધ્યક્ષોને આમંત્રણ આપવામાં આવ્યા છે. દરમિયાનમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન અને તેમની પત્ની વચ્ચે વિવાદ થઇ ગયો છે. વાત એમ છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને તેની પત્ની રીવાબાને રામ મંદિરના અભિષેક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આને કારણે રીવાબા અને તેની નણંદ નયનાબા વચ્ચે ઝઘડો શરૂ થયો હતો.
કૉંગ્રેસ દ્વારા રામ મંદિર અભિષેક સમારોહનો ઇનકાર કરવામાં આવ્યો છે અને તેને ભાજપની અંગત ઇવેન્ટ ગણાવવામાં આવી છે. કૉંગ્રેસના ઇનકાર બાદ ગુજરાતના જામનગરથી ભાજપના વિધાન સભ્ય રીવાબા જાડેજાએ જણાવ્યું છે કે રાજનીતિથી ઉપર ઉઠો અને ભગવાન રામની પૂજાઅર્ચના કરો. ગુજરાતના રાજકોટના કોંગ્રેસના વિધાન સભ્ય નયનાબાએ જામનગરના વિધાનસભ્ય રીવાબા જાડેજાને અભિષેક સમારોહ માટે મળેલા આમંત્રણ પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. ગુજરાત કૉંગ્રેસના વિધાન સભ્ય નયનાબાએ તેમના ભાભી રીવાબાના નિવેદન પર વાર કરતા કહ્યું છે કે તમે છોટી કાશીમાં રહો છો, પણ તમારામાં સંસ્કાર નથી. મંદિરના સંપૂર્ણ નિર્માણ બાદ જ મંદિરનો અભિષેક મહોત્સવ થઇ શકે છે. શંકરાચાર્ય સહિત અનેક લોકોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બહિષ્કાર કર્યો છે. તમને કર્મકાંડ અને ધર્મમાં કોઇ રૂચિ જ નથી.
નોંધનીય છે કે ગત વિધાન સભા ચૂંટણીમાં ભાજપે જામનગર ઉત્તર બેઠક પરથી રીવાબા જાડેજાને ટિકિટ આપી હતી.