નમો ભારત ટ્રેનના મુસાફરો માટે સારા સમાચાર; સસ્તી સફરની સાથે પૈસાની પણ બચત!
નવી દિલ્હી: નમો ભારત (Namo bharat) ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો હવે NCMC કાર્ડનો ઉપયોગ કરીને મુસાફરી પર 10 ટકા સુધીની છૂટ મેળવી શકે છે. આ ડિસ્કાઉન્ટ NCRTC દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા લોયલ્ટી પોઈન્ટ પ્રોગ્રામના (Loyalty Point Program) વિસ્તરણનો એક ભાગ છે.
Also read : મહાકુંભમાં પ્રવાસીઓની લૂંટ: ત્રણથી દસ ગણા વિમાનભાડાંમાં વધારો થયાની ફરિયાદ
નમો ભારતના મુસાફરોને મળશે લોયલ્ટી પોઇન્ટ
NCRTC દ્વારા શરૂ કરાયેલા લોયલ્ટી પ્રોગ્રામ હેઠળ, નમો ભારત દ્વારા મુસાફરી કરનારા મુસાફરો ખર્ચવામાં આવેલા દરેક રૂપિયા માટે એક પોઈન્ટ મેળવી શકશે અને તે દરેક લોયલ્ટી પોઈન્ટનું મૂલ્ય 10 પૈસા હશે. આ બધા પોઈન્ટ મુસાફરના NCMC ખાતામાં જમા કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ મુસાફર નમો ભારત પર મુસાફરી કરવા માટે 100 રૂપિયા ખર્ચ કરે છે, તો તેના NCMC ખાતામાં 100 પોઈન્ટ એટલે કે 10 રૂપિયા બરાબર જમા થશે. આ ઓફર કોઈપણ કાર્ડ પર ઉપલબ્ધ રહેશે.
Namo Bharat Appમાં મળે છે છૂટનો લાભ
NCRTC એ ડિજિટલ QR ટિકિટ (Digital QR Ticket) ખરીદવા માટે નમો ભારત એપનો (Namo Bharat App) ઉપયોગ કરવા પર મુસાફરોને 10% ડિસ્કાઉન્ટ આપવાની પહેલ કરી છે. તેનો હેતુ પેપરલેસ ટિકિટિંગને (Paperless Ticketing) પ્રોત્સાહન આપવાનો અને મુસાફરોને નાણાકીય લાભ આપવાનો છે.
Also read : ભારતમાં અડધાથી વધુ ટ્રક ડ્રાઈવરોની દ્રષ્ટિ નબળી, IITના અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો
એપના દરેક નવા યુઝરને મળશે 50 રૂપિયા
હકીકતે લોયલ્ટી પ્રોગ્રામ NaMo ભારતના નિયમિત પ્રવાસીઓને લાભ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. જેથી તેમને દરેક મુસાફરી સાથે બચતનો લાભ મળી શકે. એટલું જ નહીં એપ ડાઉનલોડ કરવા પર દરેક નવા વપરાશકર્તાને 50 રૂપિયા મળશે, જે 500 લોયલ્ટી પોઈન્ટની બરાબર છે. જો તેઓ નવા યુઝરને ‘RRTS કનેક્ટ’ એપનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે, તો તેને વધારાના 500 લોયલ્ટી પોઈન્ટ મળી શકે છે.